ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ શહેરના શિવરંજની વિસ્તારમાંથી એક બોગસ કોલ સેન્ટર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. આ સાથે જ 13 જેટલા શખ્સોને પણ ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના શિવરંજની વિસ્તારમાં આવેલા ઈસ્કોન સેન્ટર બિલ્ડિંગ આવેલી 301 અને 304 નંબરની ઓફિસમાં કંઈક ગેરકાયદેસર ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ કરતા સામે આવ્યું હતું કે, અહીં કામ કરતા તમામ લોકો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જેમાં અમેરિકા દેશના નાગરિકોને ‘એમઝોન કોલ સેન્ટરમાંથી બોલીએ છીએ’ તેમ કહીને છેતરપિંડી આચરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓ બોગસ કોલ સેન્ટરમાં જે લોકો એ એમેઝોન પરથી ખરીદી કરી હોય તેવા લોકોના નામ અને મોબાઈલ નંબર સાથેની વિગતો મેળવવામાં આવતી હતી અને ડિલિવરીમાં પ્રોબ્લેમ આવ્યો છે અને તેને સોલ્વ કરવા માટે ગ્રાહક પાસેથી તેમના એપલ પે ગિફ્ટ કાર્ડ તથા વોલમાર્ટ કાર્ડની વિગતો મેળવાતી. આ માટે 200 થી 500 ડોલર મેળવી લેવામાં આવતા હતા. જેના બાદ તેને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરાવી દેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


આ પણ વાંચો : લાગણી કે વેદના... ભૂલભૂલમાં જાહેરમાં આ શું બોલી ગયા ગોપાલ ઈટાલિયા કે થઈ ગયું વાયરલ


કમિશનના રૂપિયા આંગડિયાથી આવતા 
કોલ સેન્ટરનો મુખ્ય સંચાલક વિશાલ શાહ અમેરિકન નાગરિકો પાસેથી વોલમાર્ટ કાર્ડ તથા એપલ પે ગિફ્ટ કાર્ડની વિગતો એટલે કે કાર્ડનો નંબર તથા અન્ય માહિતી મેળવીને મુંબઈના તેના સાથીદારને આપતો. તેના સાથીદારનું નામ જોની છે. જેને તે માહિતી આપતો હતો. જોની નામનો શખ્સ તે કાર્ડની વિગતોને એક ચોક્કસ સોફ્ટવેર મારફતે રૂપિયામાં કન્વર્ટ કરતો હતો અને આ કામકાજ માટે થઈને જોની અને વિશાલ વચ્ચે કમિશન નક્કી કરવામાં આવેલ હતું. જેમાં 40 ટકા કમિશન જોની રાખતો હતો અને 60 ટકા કમિશન વિશાલના ભાગે આવતુ હતું. આ કમિશન પેટેના તમામ રૂપિયા મુંબઈમાં બેઠેલો જોની નામનો શખસ આંગડિયા પેઢી મારફતે મોકલી આપતા હોવાની વિગતો સામે આવી રહી છે.



આ વિશે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એનજી સોલંકીએ જણાવ્યું કે, ચોક્કસ નામ ધારણ કરી અને ખાસ સોફ્ટવેર મારફતે આ બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે શિવરંજની પાસેથી જે કોલ સેન્ટર ક્રાઇમ બ્રાન્ચે પકડાયો છે તેમાં મુખ્ય સૂત્રધાર વિશાલ શાહ સહિત 13 વ્યક્તિઓ અમેરિકન નામ ધારણ કરીને અમેરિકાના નાગરિકો સાથે વાતચીત કરતા હતાં અને વિશાલ શાહ પોતાના મોબાઈલ ફોનમાં રહેલા ખાસ એપ્લિકેશન કે જેનું નામ ટેક્સ નાઉ અને વીસી ડાયલર છે, આ બંને એપ્લિકેશનથી અમેરિકનો સાથે વાતચીત કરતો હતો. આ બંને એપ્લિકેશનો વિશાલને તેના સાગરીત જોનીએ આપી હતી. વિશાલ શાહ તો પકડાયો છે, જ્યારે કે હાલ મુંબઇનો જોની નામનો આરોપી હાલ ક્રાઇમ બ્રાન્ચના ચોપડે વોન્ટેડ છે. જેથી જોનીને શોધવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઈમાં તપાસ કરી શકે છે.