રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં કોરોના પોઝિટિવના બોગસ રિપોર્ટ બનાવી વીમો પકવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખાનગી લેબોરેટરીના બોગસ રિપોર્ટ બનાવી કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બાલાજી હોસ્પિટલના નામે બોગસ ફાઈલ તૈયાર કરવામાં આવી હતી. ઈન્શ્યોરન્સ કંપની દ્વારા લેબોરેટરીમાં એક દર્દીનાં રિપોર્ટની ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 667 દર્દીઓ નોંધાયા, 3 દર્દીના મોત


આ અંગે ખાનગી લેબના સંચાલક અંકિત ઝવેરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, HDFC એગ્રો હેલ્થ મેડિક્લેમ ઇન્શ્યોરન્સ કંપનીમાં ડો. રવિ પટેલના રેફરન્સથી નિમેષ પરમાર નામના બોગસ કોરોના દર્દીનો 2.20 લાખનો ક્લેમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ડોક્ટર, ખાનગી લેબોરેટરીઓ અને મેડિકલ સ્ટાફની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો:- પ્રેમીએ કેફી પીણું પીવડાવી આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી બનતા યુવતીએ નોંધાવી ફરિયાદ


બરોડા યુનિપેથ લેબમાં ઇન્શ્યોરન્સ કંપનીએ ખરાઈ કરી તો આ સમગ્ર મામલે હકીકતો સામે આવી હતી. ત્યારે આ મામલે નિમેષ પરમાર નામના બોગસ કોરોના દર્દી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી નિમેષ પરમારની પોલીસે અટકાયત કરી છે અને કોરોના રિપોર્ટ બાદ ધરપકડ કરાશે. આરોપી નિમેષ પરમારને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube