રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: કચ્છ-ભૂજમાં (Kutch-Bhuj) બે દિવસમાં બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જો કે, આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી. કચ્છના (Kutch) અબડાસામાં બોલેરો કાર પલ્ટી (Car Accident) મારી જતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. જ્યારે બીજી તરફ ભુજના (Bhuj) નાગોર ફાટક પાસે આવેલા ભંગારના વાડામાં ભીષણ આગ (Fire) ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજના નાગોર ફાટક પાસે આવેલા એક ભંગારના વાડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જો કે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસો બાદ વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી. જો કે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.


આ પણ વાંચો:- કેન્દ્રીય મંત્રી દેવુસિંહએ લીધા મા અંબાના આશીર્વાદ, અંબાજીથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ


તો બીજી તરફ કચ્છના અબડાસાના વાયોર પાસે બોલેરો કારને અકસ્માત નડ્યો હતો. ગઈકાલ સાંજે વાયોર અને નારાયણ સરોવર માર્ગ ઉપર બોલેરો કાર પલટી મારી ગઈ હતી. કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બોલેરો પલટી મારી ગઈ અને વીજપોલ સાથે જઈને અથડાઈ હતી. જે બાદ વીજપોલ ધરાશાયી થયો હતો. જો કે, અકસ્માતની ઘટનામાં એકને ઈજા પહોંચી હતી. જેને સરાવરા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube