મોરબીમાં બુટલેગરોએ કર્યો પોલીસ પર પથ્થરમારો, 5 જવાનો ઇજાગ્રસ્ત
મોરબીમાં પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે મોડી રાત્રે દરોડા પાડવા ગયેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. બુટલેગરોએ કરેલા પથ્થરમારામાં પાંચ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી છે.
હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબીમાં પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે મોડી રાત્રે દરોડા પાડવા ગયેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. બુટલેગરોએ કરેલા પથ્થરમારામાં પાંચ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા જવાનોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુમાં વાંચો:- વડોદરા: બોગસ બિલીંગ કૌભાંડમાં ભરત વ્રજલાલ કોટકની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે દારૂની બાતમીના આધારે મોડી રાત્રે પોલીસ દરોડા પાડવા ગઇ હતી. તે દરમિયાન બુટલેગરો દ્વારા પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં 5 પોલીસ જવાનો ઈજાગ્રસ્ત બન્યા છે. જેમને રજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં વાંચો:- કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ આજે અલ્પેશ અને ધવલસિંહ કેસરિયા કરશે
ત્યારે આ ઘટનાને પગલે મુખ્ય આરોપી જે.પી. ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. જે.પી ઝાલા દારૂના અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસ દરોડા પાડવા ગઇ હતી. બનાવના પગેલ મોરબી એલસીબી, એસઓબી, એસઓજી, એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે બનાવના પગેલ જોધપર ઝાલા ગામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલસે હુમલાનું કારણ અને હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
જુઓ Live TV:-