પ્રશાંત ઢીવરે/સુરત: સુરતનાં ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારી બુટલેગર દ્વારા પોલીસ પર હુમલાનો કરનાર બુટલેગર યુસુફ ટેણીની હેકડી પોલીસે ઉતારી છે. બુટલેગર યુસુફ ચાલવાના લાયક નહીં રહ્યો છે. બુટલેગરની યુસુફની બરાબરની પોલીસે સર્વિસ કરી છે. ભેસ્તાન પોલીસે હુમલાખોર યુનુસ ઉર્ફે ટેની મુઝફ્ફર પઠાણની ધરપકડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખ પછી ગુજરાતમાં અણઘારી આફત! કાતિલ ઠંડી, વાવાઝોડું અને માવઠું ભૂક્કા બોલાવશે


સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી જાહેર રસ્તા ઉપર અન્યની સાથે ઝથડો કરતો હતો, ત્યારે પોલીસે તેને પકડીને લઇ જવાની કોશિષ કરતાં બુટલેગરે પોતાની સ્કોર્પિયો કાર લઈને પીસીઆર વાનની ટક્કર મારી હતી. પોલીસ વાનમાં બેઠેલા સ્ટાફને મારી નાંખવાના ઇરાદે કાર ચડાવી દેવાના મામલે હત્યાની કોશિષ મુજબ ગુનો નોંધ્યો હતો. બીજીતરફ ભાગી છુટેલા ટેણીની કારને દમણ ખાતેના ગેરેજમાંથી કબજે કરી હતી. તેમજ પોલીસ ચોપડે પંકાયેલા ટેણીને ભેસ્તાન સ્ટેશનથી પકડીને કસ્ટડી ભેગો કરી દીધો હતો. 


ઉન પાટિયા નજીક આવેલા હયાતનગર પાસે માથાભારે તરીકે પંકાયેલા બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી પઠાણ જાહેર રસ્તા ઉપર કોઈની સાથે ઝઘડો કરતાં લોકટોળું એકત્ર થયું હતું. દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટાફના એએસઆઈ રિતેશ મોહનભાઈ, પો.કો. ગુંજન સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં પોલીસે જાહેરમાં બખેડો નહીં કરીને યુનુસને પોલીસ મથકે લઈ જવા કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે તેણે પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનીને પોતાની કાળા રંગની સ્કોર્પિયો કાર ને બેફામ રીતે હંકારીને પોલીસકર્મીઓની વાનને મારી નાંખવાના ઇરાદે ધડાકાભેર ટક્કર મારી હતી, તેમજ ફરીવાર રિવર્સ લઇને પીસીઆર વાનને પાછળથી ટક્કર મારી હતી. આ બનાવમાં વાનને રૂ. ૨૫,૦૦૦નું નુકસાન પહોંચાડીને ભાગી છૂટયો હતો. 


મુંબઈમાં ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સભા કરશે ગુજરાતના મુખ્યમંત્રી


માથાભારે યુનુસ ઉર્ફે ટેણી દમણમાં કાર લઈને નીકળી ગયો હોવાની બાતમીના આધારે પોલીસે તેનું પગેરૂ દબાવીને ગેરેજમાંથી સ્કોર્પિયો કાર મળી આવતાં કબજે કરી હતી.જયારે આજે સાંજે દમણથી ટ્રેન દ્રારા ભેસ્તાન આવતો હોવાની બાતમીના આધારે સ્ટેશન વિસ્તારમાંથી યુનુસ ઉર્ફે ટેણીને પકડી પાડયો હતો.આરોપી પકડાયેલ યુનુસ ટેણી અગાઉ પ્રોહિબીશનના ગુનામાં સચીન જીઆઈડીસી,પાંડેસરા અને વાપી પોલીસના હાથે ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. 


એસીપી એન ગોહિલે જણાવ્યું હતું કે 11મી નવેમ્બરના રોજ મોડી રાત્રે બનાવ બન્યો હતો.આરોપી વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધાયો હતો.આરોપીને પોલીસ સ્ટેશન લાવતી વખતે પોલીસ સ્ટાફ જોડે માથાકૂટ કરી હતી.પોલીસ પિસિયાર વાન સ્ટાફ સ્થળ પર હતો.જ્યાં પોલીસ સ્ટેશન લાવતી વખતે આરોપીના કબ્જા હેઠળ રહેલી સ્કોર્પિયો કારથી પોલીસની pcr વાનને ટક્કર મારી હતી.જે તે સમયે પોલીસ કર્મીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી ગુન્હો કર્યા બાદ ફરતા થઈ ગયો હતો. 


રહસ્ય કે બીજું કંઈક... પૃથ્વી પર આ એકમાત્ર જગ્યા છે જ્યાં આજ સુધી વરસાદ નથી પડ્યો


વધુમાં જણાવ્યું હતું કે આરોપીની સ્કોર્પિયો કાર સેલવાસ ખાતેથી કબ્જે કરવામાં આવી હતી.જ્યાં આરોપીની ઉન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપી વિરૂદ્ધ અન્ય ગુન્હા પણ નોંધાઈ ચૂક્યા છે.આરોપી વિરૂદ્ધ અન્ય એક ફરિયાદી દ્વારા પણ ફરિયાદ આપવામાં આવી છે. આરોપીને શંકા હતી કે ફરિયાદી દ્વારા તેણીની ભત્રીજીની છેડતી કરવામાં આવતી હતી. જેથી ફરિયાદી જોડે બોલચાલ અને માથાકૂટ કરવામાં આવી હતી. આરોપી વિરૂદ્ધ જુગાર સહિત પ્રોહિબિશનના ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. આરોપીની પૂછપરછ પોતે હાલ કાપડ દલાલીનું કામ કરતો હોવાનું જણાવ્યું છે. આરોપીની હાલ ધરપકડ કરી વધુ તપાસ ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.