જાવેદ સૈયદ/અમદાવાદ: સમગ્ર રાજ્યમાં દારૂ બંધી છે જેથી દારૂના બુટલેગરો શહેરમાં દારૂ પૂરું પાડવા અને નકલી દારૂ બનાવી વધુ પૈસા કમાવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે શહેરના છેવાડે આવેલા બાવળામાં 6 જેટલા ભેજાબાજોએ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી. જે બાવળા પોલીસે દરોડો પડી ઝડપી પાડી છે. આ સિવાય પોલીસે નકલી દારૂ અને દારૂની ખાલી બોટલો પણ કબજે કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાવળા પોલીસે બાતમીના આધારે નળ સરોવર રોડ પર આવેલા તુલસી ફાર્મ પર દરોડો પડી નકલી દારૂ બનાવતી ફેક્ટરી નો પરદા ફાશ કર્યો છે. ઝડપાયેલા તમામ લોકો પર પ્રાંતીય છે. આ તમામ લોકો ભારતીય બનાવટની દારુમાં સ્પ્રીટ ભેળ સેળ કરી નકલી દારૂ બનાવી કાંચની બોટલો પર અસલી સ્ટીકર લગાવી દારૂના બુટલેગરોને સપ્લાય કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.


અમદાવાદ: મોગાસીટીમાં મેટ્રો રેલની પ્રથમ ટ્રાયલ સફળતા પૂર્વક પૂર્ણ


હાલ પોલીસે આ આરોપીઓ પાસેથી નકલી દારૂ ની ૫૦ પેટીઓ સહીત કાંચની ખાલી બોટલો મળીને કુલ પાંચ લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે અને 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે અન્ય બે થી ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા છે.