48 જેટલા ગુના આચરનાર વ્યક્તિની પત્નીના પ્રેમમાં પડ્યો બોપલનો યુવક અને...
અમદાવાદમાં પ્રણય ત્રિકોણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીને એક યુવક સાથે કોલેજકાળથી પ્રેમ હતો. જો કે બંન્નેની જાતી અલગ હોવાનાં કારણે લગ્ન થઇ શક્યા નહોતા. જેથી યુવતી અન્ય એક યુવાનનાં પરિચયમાં આવી.
મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદમાં પ્રણય ત્રિકોણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીને એક યુવક સાથે કોલેજકાળથી પ્રેમ હતો. જો કે બંન્નેની જાતી અલગ હોવાનાં કારણે લગ્ન થઇ શક્યા નહોતા. જેથી યુવતી અન્ય એક યુવાનનાં પરિચયમાં આવી. જે સરસપુરમાં દારૂનો ધંધો ચલાવતો હતો અને કુખ્યાત હતો. તેની સાથે લગ્ન તો કર્યા પરંતુ કોલેજનો પ્રેમ ભુલી શકી નહી. જેથી કોલેજનાં પ્રેમી સાથે પણ સંબંધ ચાલુ રાખ્યા. જો કે આ બાબતની જાણ તેનાં બુટલેગર પતિને થતા પ્રેમીને બોપલ ખાતેથી ઉઠાવી લીધો હતો. ઢોર માર માર્યા બાદ તેને છોડીને ફરાર થઇ ગયા હતા. જો કે યુવાનનું મોત નિપજતા આ અપહરણો કિસ્સો હત્યામાં તબદીલ થયો હતો.
વડોદરા: ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવા જતા MGVCL નાં કર્મચારીનું કરંટ લાગતા મોત
બોપલમાં પ્રેમ સંબંધમાં થયેલી યુવકની હત્યા મામલે નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં હત્યા પહેલા થયેલા અપહરણના સીસીટીવી ફુટેઝ સામે આવ્યા છે. ઉપરાંત હત્યા કરનાર આરોપી 48 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનુ સામે આવતા પોલીસે 3 ટીમો બનાવી આરોપી અને તેના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.બોપલની અદ્વેત હોસ્પિટલમાં કામ કરતા યુવક મયંક ગોસ્વામી હત્યા કેસમાં પોલીસને તપાસ દરમિયાન મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. જેમાં મયંકની હત્યા પહેલા તેનુ અપહરણ કરવામાં આવ્યુ હોવાની હકિકત સામે આવી છે. પોલીસે સીસીટીવીની તપાસ કરતા સામે આવ્યુ કે આરોપી અલ્પેશ પટેલે તેના સાગરીતો સાથે મળી મયંકનુ અપહરણ કરી તેની હત્યા નિપજાવી છે. તો બીજી તરફ અલ્પેશ પટેલની પત્નિના નિવેદનમાં ખુલાસો થયો કે મયંક અને અલ્પેશની પત્નિ વચ્ચે છેલ્લા 9 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ જ્ઞાતી અલગ હોવાથી લગ્ન ન થઈ શક્યા. પરંતુ પ્રેમ સંબંધ ચાલુ રહેતા મયંકની હત્યા થઈ છે.
વડોદરા દુર્ઘટનામાં ઘાયલોને કંપનીએ નથી ચુકવી કોઇ સહાય, કંપનીનાં માલિકો હજી પણ ફરાર
હત્યાની તપાસમાં સામે આવ્યુ કે આરોપી અલ્પેશ પટેલ વિરુધ્ધ અમદાવાદના અલગ અલગ પોલીસ મથકમાં 48 જેટલા ગુના નોંધાયા છે. જેમા દારુ- જુગાર, મારામારી, ધમકી આપવી શહીતની કલમો હેઠળ ગુના નોંધાયા છે. જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ગ્રામ્ય પોલીસની 3 ટીમો શોધખોળ કરી રહી છે. સાથે સાથે અલ્પેશની મદદ કરનાર અન્ય સાગરીતોની પણ માહિતી મેળવી તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનુ છે કે, અલ્પેશ પટેલ માથાભારે આરોપી છે અને તે 48 જેટલા ગુનામાં સંડોવાયેલ છે, માટે પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ છે. જેથી હવે પોલીસ આવા રીઢા આરોપી અને હત્યારાને ક્યારે અને કેવી રીતે શોધી શકે છે તે એક મોટો સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube