રઘુવીર મકવાણા/બોટાદ :પીએમ મોદીએ દેશના ખેડૂતોને ઓર્ગેનિક તરફ વળવા હાકલ કરી છે. બોટાદ જિલ્લાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ઉમાગેડી ગામના ખેડૂતો પરંપરાગત ખેતીમાં બદલાવ કરીને બાગાયતી ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતો ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરે છે. ખારેક અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને ઓછી મહેનતે વધારે કમાણી કરે છે. પહેલાં ખેતીમાં વધુ ખર્ચ અને મહેનત થતી હતી, અને આવક ઓછી થતી હતી. જ્યારે હવે ઓછા સમયમાં ઓછી મહેનતે વધારે આવક થાય તેવી ખેતી કરાઈ રહી છે. આ સાથે સરકાર પ્લાન્ટ ખરીદીમાં સબસીડી આપતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખારેકના પ્લાન્ટની ખરીદીમાં 1250 રૂપિયા પ્લાન્ટ દીઠ સહાય મળી રહી છે. માટે ખેડૂતોને હવે બાગાયતી ખેતી વધુ અનુકુળ આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદના ઉગામેડી ગામના ખેડૂતો પરંપરાગત ખેતીમાં બદલાવ કરી બાગાયત ખેતી તરફ વળ્યા. બાગાયત ખેતીમાં ખારેકની ખેતી કરી લાખોની કમાણી મેળવી રહ્યા છે. સરકાર દ્વારા પણ પ્લાન્ટ ખરીદીમાં સબસીડી આપવામાં આવે છે, જેથી ખેડૂતોમાં પણ આનંદ અને તેઓ ખુશીથી બાગાયતી પાક કરી રહ્યાં છે.


આ પણ વાંચો : ગીર સોમનાથમાં જળપ્રલય જેવી સ્થિતિ, લોકોની નજર સામે પુલ તૂટ્યો


બોટાદ જિલ્લામાં ખેડૂતો પહેલા કપાસ, મગફળી અને અન્ય પાકોની ખેતી કરતા નજરે જોવા મળતા. આ ખેતી કરીને તેઓ ખૂબ જ મહેનત કરી ઓછો નફો મેળવતા હતા. પરંતુ સમયની સાથે હવે ખેડૂતો પણ બાગાયત ખેતી તરફ વળ્યા છે અને નવા પાકોમાં ખારેક અને ડ્રેગન ફ્રુની ખેતી કરી રહ્યા છે અને ઓછી મહેનત અને ખર્ચે થતા ખેડુત વધુ પ્રગતિશીલ બની રહ્યો છે.


બોટાદ જિલ્લામાં ઉગામેડી ગામ આવેલું છે. જ્યાં વર્ષોથી પરંપરાગત કપાસ, મગફળી સહિતની અન્ય ખેતીને ખેડૂતોએ તિલાંજલિ આપી છે. જેને છોડીને હવે ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લા બેથી ત્રણ વર્ષ પહેલાં 13 વીઘા ખેતીમાં પણ નફો મળતો નહિ, તે આજે માત્ર 5 વીઘામાં તેના કરતાં પણ વધુ મળે છે. કારણ કે કપાસ અને મગફળી છોડી ખેડૂતોએ ખારેકની ખેતી શરૂ કરી છે. કપાસ, મગફળીની પરંપરાગત ખેતીમાં વધુ ખર્ચ, વધુ મહેનત અને આવક ઓછી મળતી. આવી પરીસ્થિતિ વચ્ચે આજે ખારેકની ખેતીમાં એકવાર મહેનત કરવાની અને વર્ષો સુધી સારી આવક મેળવતા ખેડૂતો થયા છે.


આ પણ વાંચો : ગર્વની જાહેરાત, પહેલીવાર નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે


બોટાદના ખેડૂતો બાબુભાાઈ કળથીયા અને ભરતભાઈ ગઢિયા જણાવે છે કે, વર્ષ દરમ્યાન માત્ર સામાન્ય એક મહિનાની મહેનત બાદ માત્ર આવક મળી રહી છે. અને એ પણ લાખોમાં... પહેલા 13 વીઘા જમીનમાં માત્ર સખત મહેનત જ હતી, અને તેના બાદ પણ માંડ 2 થી 2.5 લાખ રૂપિયા મળતા હતા. જ્યારે આજે માત્ર 5 વીઘા જમીનમાં રૂપિયા 6 લાખની આવક થઈ રહી છે. તેમજ સરકાર દ્વારા પણ બાગાયત ખેતી કરતા ખેડૂતોને રાહત મળે તેવા આશ્રય સાથે ખારેકના પ્લાન્ટની ખરીદીમાં 1250 રૂપિયા પ્લાન્ટ દીઠ સરકારના નિયમ મુજબ સહાય મળી રહી છે. ત્યારે હાલ તો પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી કરતા ખેડૂતમાં અનેક આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે હવે માત્ર ખેડૂત ખેતી નથી કરતો, પણ વેપાર કરી વેપારી પણ બની ગયા છે.