Botad News રધુવીર મકવાણા/બોટાદ : ગઢડા ખાતે વડતાલ તાબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહિવટ માટેના પાંચ વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. અને 22 મી એપ્રિલના રોજ મત ગણતરી યોજાનાર છે. ત્યારે ચૂંટણી વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અને પાંચસો જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતદાન શરૂ 
ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ આજે મતદાન શરૂ થયું છે. કુલ 6 બેઠકો માટે 12 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 1 બેઠક દેવ પક્ષ બિનહરીફ થયેલ છે. ત્યારે આજે 25197 મતદારો મતદાનનો ઉપયોગ કરશે. કુલ 31 મતદાન મથકો આવેલ છે. કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ તારીખ 21 અને 22 એમ બે દિવસ લક્ષ્મીવાડી અને ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે 144 કલમ લગાવવામાં આવી છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. 


મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશે


ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂટણી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત જજ બી.જે. ગણાત્રા તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે બી.આર. વાઘેલાની જવાબદારી નીચે ચૂંટણી યોજાનાર છે. ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી એટલે સાધુ અને પાર્ષદ વિભાગ માટે બે-બે ઉમેદવારો તથા ગૃહસ્થ વિભાગ માટે 4-4 ઉમેદવારો મળીને આચાર્ય પક્ષ તથા દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે. તેમજ બ્રહ્મચારી વિભાગના ઉમેદવાર તરીકે દેવ પક્ષના કપિલેશ્વરાનંદજી અગાઉ બિનહરીફ જાહેર થયા છે.


[[{"fid":"546484","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gopinathji_temple_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"gopinathji_temple_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gopinathji_temple_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"gopinathji_temple_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"gopinathji_temple_zee2.jpg","title":"gopinathji_temple_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


મતદારો માટે જમવાની વ્યવસ્થા કરાઈ
આ ચૂંટણી માટે જાહેર થયેલી આખરી મતદાર યાદી મુજબ ગૃહસ્થ વિભાગમાં કુલ 25,197 મતદારો, સાધુ વિભાગમાં કુલ 132 મતદારો અને પાર્ષદ વિભાગમાં કુલ 76 મતદારોનો સમાવેશ થયેલો છે. ચૂંટણી વિભાગ દ્વારા ત્યાગી વિભાગ માટે ગોપીનાથજી દેવ મંદિર ખાતે એક મતદાન મથક તેમજ ગૃહસ્થ વિભાગ માટે લક્ષ્મી વાડી ખાતે 30 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તેમજ ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પંખા, પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા છે અને મતદારો માટે ચા, પાણી અને જમવાની વ્યવસ્થા કરાઈ છે. 


ક્ષત્રિયોએ તલવાર તાણી, આંદોલન પાર્ટ-2 શરૂ : 8 બેઠકો પર ભાજપને હરાવવાની આપી ચીમકી


ગઢડાના ચૂંટણી અધિકારી બીજે ગણાત્રાએ જણાવ્યું કે, ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં એક મતદારે ચાર મત આપવાના થતા હોય છે. જયારે મતગણતરી તારીખ 22 એપ્રિલના રોજ લીમતરૂ ભવન (વ્હાઈટ હાઉસ) ખાતેના ભોંયરામાં યોજવામાં આવશે. તો આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડિસ્ટ્રીકટ કોર્ટની સૂચના મુજબ જુદા જુદા વિભાગોમાંથી કુલ 160 જેટલા કર્મચારીઓને તાલીમ આપીને ફરજ ઉપર મુકવામાં આવ્યાં છે.


[[{"fid":"546485","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gopinathji_temple_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"gopinathji_temple_zee3.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gopinathji_temple_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"gopinathji_temple_zee3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"gopinathji_temple_zee3.jpg","title":"gopinathji_temple_zee3.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી
ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 5 ડિવાયેસપી, 8 પીઆઈ, 14 પીએસઆઈ, 260 પોલીસ, 200 હોમગાર્ડ અને જીઆરડી જવાનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


ભાજપના ગળે હાડકું ભરાયું : પાટીદારોને સાચવવામાં ક્ષત્રિય વોટ ગુમાવશે


મંદિરમાં 144 કલમ લાગુ કરાઈ
ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને 144 મી કલમ લાગુ કરાઈ છે. તારીખ 21 અને 22 એપ્રિલ બે દિવસ માટે 144 મી કલમ લાગુ કરાઈ છે. ગઢડા ગોપીનાથજી મંદિર પરિસરમા તેમજ લક્ષ્મીવાડી ખાતે મતદાન મથકો પર ૧૪૪ મી કલમ અમલમાં મૂકાઈ છે. 


ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણી મુદ્દે બંને પક્ષો વચ્ચે થયા હતા. આ વિવાદો બાદ 11 ગુના નોંધાયેલા છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ કમી કરવાને મામલે વિવાદ ચાલી રહ્યો છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર જાહેરનામું બહાર પડાયું છે. 


કચ્છની ધરતી ફરી એકવાર સોનાની સાબિત થઈ, ડાયનાસોર કરતા પણ મોટા કદનો સાપ મળ્યો