6 વર્ષના આર્યન ભગતને સાંભળી ભલભલા કરે છે નમન, ચંદ્રયાન-3ની સફળતા માટે કર્યો મારુતિ યજ્ઞ
બોટાદના બાળ હનુમાનજીના ભક્ત આર્યન ભગતે ચંદ્રયાન 3 લેન્ડિંગને સફળતા મળે તે માટે પોતાના ઘરે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિથી મારૂતિ યજ્ઞ કરી હનુમાનજી દાદાને પાર્થના કરી.
રઘુવીર મકવાણા/બોટાદ: બોટાદના બાળ હનુમાનજીના ભક્ત આર્યન ભગતે ચંદ્રયાન ૩ લેન્ડિંગને સફળતા મળે તે માટે પોતાના ઘરે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિથી મારૂતિ યજ્ઞ કરી હનુમાનજી દાદાને પાર્થના કરી છે.
આજે સાંજના ૬ કલાકે ચંદ્રયાન ૩ ચંદ્ર ઉપર લેન્ડિંગ થવાનું છે, ત્યારે દુનિયાની નજર ચંદ્રયાન પર છે અને ચંદ્રયાન લેન્ડિંગ થાય તે માટે દેશના સૌ કોઈ નાગરિકો ઈચ્છી રહ્યા છે. બોટાદનો નાનકડો હનુમાન ભક્તે પોતાના નિવાસસ્થાને ધાર્મિક વિધી થી મારૂતિ યજ્ઞ કરી ચંદ્રયાન ૩ ને સફળતા મળે તેવી પ્રાર્થના કરી હતી.
બોટાદમાં રહેતા અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના બાળ ભક્ત આર્યન ભગતે ચંદ્રયાન ૩ લેન્ડિંગને સફળતા મળે તે માટે આજે બોટાદ ખાતે આવેલ તેના નિવાસસ્થાને બ્રાહ્મણો, પંડિતોને બોલાવી શાસ્ત્રોકત વિધિથી યજ્ઞ કર્યો હતો. ચંદ્રયાન જ્યારથી લોંચ કરવામાં આવ્યુ છે. ત્યારે આર્યન ભગત પોતાના ઘરે રોજ સવારે એક કલાક મારૂતિ યજ્ઞ કરી હનુમાનજી દાદાને પાર્થના કરતા હતા.
આર્યન ભગતે પોતાની કાલી ઘેલી ભાષમાં મંત્રોચ્ચાર કરી હનુમાનજી દાદાની ચોપાઈ, શ્લોક બોલી ચંદ્રયાન ૩ સફળતા પૂર્વક લેન્ડિંગ થાય તેવી હનુમાનજી દાદાને મારૂતિ યજ્ઞ રૂપે પ્રાર્થના કરી હતી. આર્યન ભગત દ્વારા યોજાયેલ મારૂતિ યજ્ઞમાં તેના માતા પિતા તેમજઆજુબાજુના રહિશોઉપસ્થિત રહ્યા હતા.