બોટાદઃ બોટાદમાં સગા મામી સાથેનો પ્રેમ સંબંધ ભાણેજને ભારે પડ્યો છે...જેની કિંમત તેનો જીવ આપીને તેણે ચુકવવી પડી છે...ત્યારે કઈરીતે મામી-ભાણેજના સંબંધનો આવ્યો લોહિયાળ અંત..અને શું હતી આખીયે ઘટના,, જુઓ આ અહેવાલમાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદના કારીયાણી ગામે એક યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. યુવાનની હત્યા કરાયેલી લાશ તેના જ ઘરમાંથી મળી આવી હતી. જે મામલે કારીયાણી પોલીસે તપાસ કરતા ખુલ્યા સંબંધોની હત્યાના રાઝ. જેમાં મૃતકને પોતાના સગા મામી સાથે જ આડાસંબંધો હોવાનું ખુલ્યું હતું. જોકે છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો અને એમાય મકાનની બાબતે બોલાચાલી થતા જ સગા મામા, મામી તેમજ તેમના દિકરાએ મળીને યુવાન દિલીપને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.


આ પણ વાંચોઃ પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો


આમતો મૂળ બાબરા ગામના વતની અને બોટાદ જિલ્લાના કારીયાણી ગામે નાનપણથી જ મામા ના ઘરે રહેતા ભાણેજ દિલીપભાઈ ખાચરને તેના સગા મામી સાથે આડાસબંધ હતો. દિલીપના મા બાપ ન હોવાના કારણે તે પોતાના મામામામી સાથે જ રહીને ઉછર્યો હતો. એમાં જ તેના સંબંધ તેના જ સગા મામી સાથે બંધાઈ ગયા જો કે સમય જતાં બંનેના સંબંધોમા તીરાડ પડતી ગઈ જેથી અનેક વાર બંને વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડા થતાં રહેતા હતા. જો કે બનાવના દિવસે ભાણેજ અને મામા વચ્ચે મકાન બાબતે ઝઘડો થયો અને અગાઉ થયેલ ઝઘડાની દાઝ રાખી ને મામા, મામી તેમજ તેમનાના દિકરાએ મળીને ભાણેજને માથે હથિયારના ઘા મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય ફરાર થઈ ચુક્યા હતા. જોકે આ અંગે પોલીસે તપાસ કરતા તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે..


આ પ્રકારની ઘટના સામે આવતા ફરીએકવાર સંબંધોની ગરિમા પર લાંછન લાગ્યું છે..ભલે હત્યા કરવા પાછળનું કારણ મકાન બાબતની માથાકૂટ બતાવવામાં આવી રહી હોય..પણ મામી-ભાણેજના આ સંબંધોથી કંટાળીનેજ એક પરિવારે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે વાતમાં કોઈ બે મત નથી..