ગુજરાતનું રાણપુર આજે સજ્જડ બંધ, વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા ગામમાં રોષ ફાટ્યો
રાણપુરમાં શિક્ષક જગતને શર્મનાક કરતો કિસ્સો સામે આવ્યો છે. રાણપુરના વિધર્મી શિક્ષક વિરૃધ્ધ પોસ્કો અને છેડતીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાવેદ ચુડેસરા રાણપુરની કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ ચેનચાળા કરી બિભત્સ માંગણીઓ કરીને છેડતી કરી હતી. ત્યારે વિઘાથીનીએ પરિવારને જાણ કરતા વિદ્યાર્થીના પિતાએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી છે. રાણપુર પોલીસે શિક્ષક જાવેદ ચુડેસરા વિરુદ્ધ પોસ્કો, ૩૫૪ છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતું આ ઘટનાને પગલે સમગ્ર રાણપુર ગામ સજ્જડ બંધ રહ્યું છે.
રઘુવીર મકવાણા/બોટાદ : રાણપુરમાં શિક્ષક જગતને શર્મનાક કરતો કિસ્સો સામે આવ્યો છે. રાણપુરના વિધર્મી શિક્ષક વિરૃધ્ધ પોસ્કો અને છેડતીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાવેદ ચુડેસરા રાણપુરની કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ ચેનચાળા કરી બિભત્સ માંગણીઓ કરીને છેડતી કરી હતી. ત્યારે વિઘાથીનીએ પરિવારને જાણ કરતા વિદ્યાર્થીના પિતાએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી છે. રાણપુર પોલીસે શિક્ષક જાવેદ ચુડેસરા વિરુદ્ધ પોસ્કો, ૩૫૪ છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતું આ ઘટનાને પગલે સમગ્ર રાણપુર ગામ સજ્જડ બંધ રહ્યું છે.
રાણપુર શહેરમાં વિધર્મી શિક્ષક દ્વારા વિધાર્થીની સાથે શારીરિક અડપલાં કરવાના મામલે આજે રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું છે. ધંધુકા ભાજપના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ઋષિ ભારતીબાપુ સહિત કોળી સમાજ તેમજ સમસ્ત ગામલોકો અને મહિલાઓ દ્વારા મૌન રેલી યોજી તાત્કાલિક આકેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી નરાધમ શિક્ષકને ફાંસીની કડક સજા થાય તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
બન્યું એમ હતું કે, બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ શહેરની કન્યાશાળામાં અભ્યાસ કરીત વિદ્યાર્થીની સાથે તેના વિધર્મી શિક્ષક દ્વારા શારીરિક અડપલાં કરાયા હતા. સમગ્ર મામલે બાળાએ પોતાના પરિવારજનો જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે 354 અને પોસ્કો જેવી કલમ દાખલ કરી ફરિયાદ નોંધી હતી અને આરોપી જાવેદ ચુડેસરાની ધડપકડ કરી છે.
આ સમગ્ર ઘટના મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કોળી સમાજ દ્વારા રાણપુર બંધનુ એલાન આપ્યું હતું. જે મામલે આજરોજ રાણપુર શહેર સ્વયંભુ સજ્જડ બંધ પાળી વિદ્યાર્થીનીને ન્યાય આપવા સમર્થન આપ્યું હતું. જ્યારે ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, અમદાવાદ સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, રાજેશ ગોહિલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડભાઈ ભરવાડ તેમજ રાણપુર શહેરના અને જિલ્લાભરમાથી વિશાળ સંખ્યામાં આગેવાનો તેમજ મહિલાઓ એકત્રિત થયા હતા. શહેરમાં વિશાળ મૌન રેલી યોજી વિધર્મી શિક્ષકને તાત્કાલિક ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.