શિક્ષક જગતને શર્મસાર કરતો કિસ્સો! વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી શારીરિક અડપલાં કર્યા

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમા આવેલ કન્યા શાળામાં જાવેદ ચુડેસરા નામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી શારીરિક અડપલા કરી છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
રઘુવીર મકવાણા/બોટાદ: રાણપુર શહેરમા આવેલ કન્યા શાળાના વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ ચેનચાળા અને છેડતી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે વિદ્યાર્થીનીના પિતાએ વિધર્મી શિક્ષક વિરૃધ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં લંપટ શિક્ષકને દબોચી લીધો અને વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમા આવેલ કન્યા શાળામાં જાવેદ ચુડેસરા નામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી શારીરિક અડપલા કરી છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાણપુર કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાવેદ ચુડેસરાએ શાળાની વિદ્યાર્થીનીને બિભત્સ માંગણીઓ કરી બિભત્સ ચેનચાળા કર્યા હતા અને છેડતી કરી હોવાનું વિઘાથીનીએ તેના પરિવારને જાણ કરતાં તેના પરીવારે રાણપુર પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરતા રાણપુર પોલીસે શિક્ષક જાવેદ ચુડેસરા વિરુદ્ધ પોસ્કો, 354 છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આમ રાણપુરમા શિક્ષક જગતને શર્મનાદ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
રાણપુર શહેરની કન્યા શાળાના વિધર્મી શિક્ષક વિરુદ્ધ પોલીસે પોસ્કો એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો. આ એ જ આરોપી છે જેમણે તેમની જ શાળામા અભ્યાસ કરતી વિધાર્થીનીને બીભત્સ માંગણી કરી હતી અને ચેનચાળા કર્યા હતા ત્યારબાદ પરિવારજનોને વિધાર્થીનીએ જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે નરાધમ આરોપીને ગણતરીની કલાકોમાં જ દબોચીને જેલ હવાલે કર્યો હતો.
સમગ્ર ઘટના બાદ વિધાર્થીનીના પરિવારજનોની એક જ માંગ ઉઠવા પામી છે કે નરાધમ આરોપી વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત સજા આપવામાં આવે તેમજ રાણપુર શહેરમાં જાહેરમાં તેને મેથીપાક આપી તેનું સરઘસ કાઢવામાં આવે તેવી તેમના પરિવારજનોની માંગ છે.