ટેક્સ ન ભર્યો હોય તો ભરી નાંખજો! વાહનમાલિકો સામે RTOની લાલ આંખ, વાહનો ડિટેઈન કરવાની કાર્યવાહી શરૂ
છેલ્લા એક વર્ષમાં 2 કરોડ 75 લાખ વાહનોની ટેક્સની રકમ બાકી છે જે વસુલાત કરવાની કામગીરી આર ટી ઓ દ્વારા ઝુંબેશ હાથ ધરી છે અને બાકી રહેલ ટેક્સની રકમમાં 1 કરોડ 65 લાખ જેટલી રકમની વસુલાત કરી છે અને સરકારની તિજોરીમાં જમા કરાવી છે.
બોટાદ: ડિસેમ્બર માસમાં વાહનોના ટેકસ સરકારમાં જમાં થાય તે માટે બોટાદ આર. ટી. ઓ.દ્વારા ઝુંબેશ શરૂ કરાઇ છે. RTO દ્વારા ચાલુ વર્ષનો 2 કરોડ 75 લાખ જેવી બાકી ટેકસની રકમ મુદ્દે RTO એ લાલ આંખ કરી 1 કરોડ 65 લાખ જેવી રકમ આર. ટી. ઓ. દ્વારા કડકાઈ કરીને વસુલાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વાહનોના ટેકસ નહિ ભરાઈ તો મિલકત જપ્તી સહિતની કામગીરીઓ કરવાની આર. ટી.ઓ. દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
બોટાદ ગઢડા, બરવાળા, રાણપુર, બોટાદ ચાર તાલુકાનો નાનો જિલ્લો બનેલો છે. છેવાડાના લોકોને સરળ કામગીરી થઈ શકે જેથી સરકાર દ્વારા નાનો જિલ્લો હોવા છતાં જિલ્લા કક્ષાની કલેકટર, એસ પી, જિલ્લા પંચાયત, આર ટી ઓ સહિતની કચેરીઓ કાર્યરત છે. બોટાદ જિલ્લાની RTO વિભાગ પણ સક્રીય કામગીરી કરી રહ્યુ છે. લોકોને વાહન વ્યવહારને લઈને કોઈ અસુવિધાઓ કે અગવડતા ન પડે તેમજ સરકારને પણ કોઈ નુકસાની ન પડે તે માટે આરટીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લા એક વર્ષમાં 2 કરોડ 75 લાખ વાહનોની ટેક્સની રકમ બાકી છે જે વસુલાત કરવાની કામગીરી આર ટી ઓ દ્વારા ઝુંબેશ હાથ ધરી છે અને બાકી રહેલ ટેક્સની રકમમાં 1 કરોડ 65 લાખ જેટલી રકમની વસુલાત કરી છે અને સરકારની તિજોરીમાં જમા કરાવી છે. તેમજ બાકી રહેલ ટેકસની રકમને લઈને આર ટી ઓ લાલ આંખ કરી છે અને આવતા દિવસોમાં વાહનોના ટેકસ નહિ ભરનારાની મિલ્કત જપ્તી ઝુંબેશ સહિતની કડક કામગીરી આર ટી ઓ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આમ બોટાદ આર ટી ઓ દ્વારા લાલ આંખ કરાતા રૂપિયા 1 કરોડ 65 લાખ જેવી બાકી ટેક્સ ની રકમ સરકારની તિજોરીમાં જમા થવા પામી છે.