રઘુવીર મકવાણા/બોટાદ: પોતામાં રહેલી સિદ્ધિઓ અને આવડતને જ્યારે જોવામાં આવે તો જ ખબર પડે આવું જ કંઈક ઢસા ગામની દિકરી દ્રષ્ટિ વિજયભાઈ કારીયાણીએ કરી બતાવ્યું છે. નાનકડા ઢસા ગામની વિદ્યાર્થીની દ્રષ્ટિએ કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં નિબંધ લખી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ નામ રોશન કર્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષા મંત્રાલય અને શિક્ષા મંત્રાલય દ્વારા વિરગાથા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત વીર જવાનો ઉપર અલગ અલગ કલાઓ થી તેમની વીરગતિ ને વધાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં દેશભરમાંથી ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓએ પોતાની આવડતને આકાર આપી નિબંધ, કવિતા, ચિત્રો, વીડિયો જેવા વિવિધ કલાકૃતિ દ્વારા ભાગ લીધો હતો. જેમાં ગઢડા તાલુકાના ઢસાની ધો. 10માં અભ્યાસ કરતી દ્રષ્ટિએ કારગિલના હીરો કેપટન વિક્રમ બંના વિશે અંગ્રેજીમાં નિબંધ લખી સમગ્ર રાષ્ટ્રમાં નિબંધ સ્પર્ધામાં ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામની દ્રષ્ટિ વિજયી બની છે . 


ગુજરાત યુનિવર્સિટીમાં હવે શરૂ થશે ટેકનીકલ કોર્ષ, અમદાવાદના આ છાત્રોને થશે મોટો લાભ


ગઢડા તાલુકાના ઢસા ગામની આર.જે.એચ હાઇસ્કુલ માં અભ્યાસ કરતી ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની કારીયાણી દ્રષ્ટિ વિજયભાઈ એ રાષ્ટ્ર કક્ષાએ ક્રમાંક મેળવી ઢસા ગામનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું. જયારે દ્રષ્ટિ ને આગામી 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દિવસે રક્ષા મંત્રલાય દ્વારા દ્રષ્ટિનું સન્માન કરીને રોકડ પુરસ્કાર રૂપે 10000/ આપવામાં આવશે.


રાજકોટ AIIMSને લઇને મોટા સમાચાર, OPD બાદ ટૂંક સમયમાં IPD શરૂ થશે, અનેક સુવિધાઓનો લાભ


ઢસા શાળા પરિવાર અને વિઘાથીનીના પરીવાર અને ઢસા ગ્રામજનો દ્વારા શુભકામનાઓ પાઠવી ને અભિનંદન આપી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય લેવલે વિજય થયેલ દ્રષ્ટિએ પોતાના શાળાના શિક્ષકો અને પરિવારને યશ આપ્યો હતો.