રધુવીર મકવાણા, બોટાદ: બોટાદ જિલ્લાના રાણપુર ગામના ૨૩ વર્ષના યુવાને ત્રણ વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. મરનાર યુવાને ૧૫ ટકાના પૈસા લીધા હતા. જે વ્યાજખોરો કડક ઉઘરાણી કરતા હતા જેના કારણે યુવાને સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમા રહેતા અને પાઉભાજીની દુકાન ચલાવી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતો વિજયભાઈ નરશીભાઈ ચૌહાણ ઉંમર-૨૩ (ઉર્ફે.ડીજે)નામના યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર રાણપુર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ૨૩ વર્ષીય યુવાન વિજય ઉર્ફે.ડીજે રાણપુરમાં બસ સ્ટેશન પાસે પાંઉભાજીની દુકાન ચલાવતો હતો. અને આજે સવારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા વિજયભાઈ ચૌહાણ ના પરિવાર ઉપર આભ ફાટ્યુ હતુ.


જ્યારે મૃતક યુવાન વિજયભાઈ નરશીભાઈ ચૌહાણ ને પી.એમ.કરવા રાણપુરની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ.  આ બનાવ અંગેની જાણ લોકો ને થતા લોકો મોટી સંખ્યામાં રાણપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.જ્યારે આ બનાવ અંગે રાણપુર પોલીસ ને જાણ થતા ડી.વાય.એસ.પી- સી.પી.મુંધવા,પી.આઈ. એમ એમ દિવાન સહીત પોલીસ સ્ટાફ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


જ્યારે આ ૨૬ વર્ષીય વિજયભાઈ નરશીભાઈ ચૌહાણ પાસેથી સુસાઇડ નોટ પણ નીકળી હતી જેમા તેણે રાણપુરના વ્યાજ ખોરો જેસા પરમાર (ભરવાડ), નાનુ રઘુ ભરવાડ, નરો રઘુ ભરવાડના નામનો ઉલ્લેખ કરેલ તેમજ ૧૫ ટકાના પૈસા નો ઉલ્લેખ કરેલ અને તે લોકો વારંવાર પૈસાની ઉઘરાણી ને લઈને માનસિક ત્રાસ આપતા હતા તેમજ યુવાનને પૈસા નહી આપતો મારી નાખવાની ધમકી આપેલ જેના કારણે યુવાન ગભરાઈ જઈને આત્મ હત્યા કરેલ જયારે રાણપુર પોલીસે ત્રણેય શખ્સો વિરૃદ્ધ ૩૦૬ સહિતની કલમ નીચે ગુનો નોંધી તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube