ઝી બ્યુરો/બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આખરે બન્ને પાર્ટીએ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 2022માં હારેલા ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપે પણ 2022માં હારેલા સ્વરૂપજી ઠાકોરને રણમેદાનમાં મોકલ્યા છે. વાવમાં આ વખતે જંગ ક્ષત્રિય વર્સિસ ઠાકોરનો રહેવાનો છે. સૌથી વધુ ઠાકોર સમાજના મતો વાળી વાવ વિધાનસભામાં આ વખતે કોણ મારશે મેદાન?


  • વાવમાં ખીલશે ગુલાબ કે કમળ?

  • ગુલાબ અને કમળ વચ્ચે જામશે જંગ

  • ક્ષત્રિય અને ઠાકોર વચ્ચે મુકાબલો

  • ચૌધરી અને માલધારી પર રહેશે મદાર!

  • વાવથી કોણ પહોંચશે ગાંધીનગર?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. ભારે રસાકસી અને ટિકિટ માટે અંતિમ સમય સુધી સસ્પેન્સ બાદ બન્ને પાર્ટી પત્તા ખોલી નાંખ્યા અને જૂના જોગીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આશા હતી કે બન્ને પાર્ટી કોઈ નવા ચહેરાને તક આપશે. પણ એવું ન થયું. 2022માં થરાદથી હારેલા ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે, જ્યારે 2022માં વાવથી જ હારેલા સ્વરૂપજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી છે. ઠાકોર સમાજના પ્રભુત્વવાળી આ બેઠક પર ક્ષત્રિય અને રાજપૂત સમાજ વચ્ચે જંગ જમાવાનો છે. જો કે હાલ બન્નેએ પોત પોતાની જીતના દાવા કર્યા છે.


ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે બપોરે બે વાગ્યા સુધીમાં 16 જેટલા ફોર્મ ભરાયા હતા. 28 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી થશે અને 30 ઓક્ટોબર સુધી ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વાવમાં 13 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.


વાવની જનતાને બન્ને મુરતિયા મળી ગયા છે. તો જનતાએ પોતાના આ બન્ને મુરતિયાને ઓળખવા પણ પડે...તો કોણ છે ગુલાબસિંહ અને કોણ છે સ્વરૂપજી? બન્નેની ઓળખ કરી લઈએ...સૌથી પહેલા વાત ગુલાબસિંહની તો 2019ની પેટા ચૂંટણીમાં થરાદથી ચૂંટણી જીત્યા, યુવા કોંગ્રેસ અને NSUIમાં પ્રદેશ પ્રમુખ રહ્યા, દાદા હેમાજી રાજપૂત પણ વાવથી ધારાસભ્ય હતા, 2022ની વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરી સામે હાર થઈ, 2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબહેનને જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી. હવે વાત ભાજપના સ્વરૂપજી ઠાકોરની કરીએ તો, 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ લડ્યા, 2022માં વાવથી વિધાનસભા લડ્યા, ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી, વાવ તાલુકાના બીયોક ગામના મુળ વતની સ્વરૂપજીની ઠાકોર સમાજ પર સારી પકડ છે.બન્ને પોતાની જીતના દાવા કરી રહ્યા છે પરંતુ જનતા કોને જીતાડશે તે તો 23 નવેમ્બરે જ ખબર પડશે.


કોણ છે ગુલાબસિંહ રાજપૂત?


  • 2019ની પેટા ચૂંટણીમાં થરાદથી ચૂંટણી જીત્યા

  • યુવા કોંગ્રેસ, NSUIમાં પ્રદેશ પ્રમુખ રહ્યા

  • દાદા હેમાજી રાજપૂત વાવથી ધારાસભ્ય હતા

  • 2022ની વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરી સામે હાર્યા

  • 2024ની લોકસભામાં ગેનીબહેનને જીતાડવામાં મોટી ભૂમિકા


વાવ બેઠક પર માલધારી સમાજના પણ સારા મતો છે, અને આ વખતે કોંગ્રેસમાંથી ઠાકરશી રબારીએ ટિકિટ માગી હતી પરંતુ તેમને ટિકિટ ન મળતાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે...જો કે પાછળથી  તેઓ કોંગ્રેસની સાથે હોવાનો રાગ આલાપ્યો હતો.


કોણ છે સ્વરૂપજી ઠાકોર?


  • 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ લડ્યા

  • 2022માં વાવથી વિધાનસભા લડ્યા

  • ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી

  • વાવ તાલુકાના બીયોક ગામના મુળ વતની 

  • સ્વરૂપજીની ઠાકોર સમાજ પર સારી પકડ 


કોંગ્રેસ અને ભાજપ બન્નેમાં અનેક દાવેદાર હતા...કોંગ્રેસમાં ઠાકરશી રબારીની સાથે કે.પી.ગઢવી પણ દાવેદાર હતા...તો ભાજપમાંથી અમીરામ આશલ, શૈલેષ પટેલ, ગજેન્દ્રસિંહ રાણા, મુકેશ ઠાકોર, પીરાજી ઠાકોર સહિતના દાવેદાર હતા....જો કે હવે બન્ને પાર્ટીએ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે ત્યારે વાવનું જ્ઞાતિગત સમિકરણ પણ સમજી લઈએ...વાવમાં સૌથી વધુ ઠાકોર સમાજના 82,852 મત, ચૌધરી 49,860, દલિત 42,850, રબારી 25,192, બ્રાહ્મણ 18,670, રાજપૂત 18,251, પ્રજાપતિ 12,607, મુસ્લિમ 7,980 અને અન્યના 13,138 મત છે...


કોંગ્રેસમાંથી કોણ હતા દાવેદાર?


  • ઠાકરશી રબારી

  • કે.પી.ગઢવી 


ભાજપમાંથી કોણ હતા દાવેદાર?


  • અમીરામ આશલ

  • શૈલેષ પટેલ

  • ગજેન્દ્રસિંહ રાણા

  • મુકેશ ઠાકોર

  • પીરાજી ઠાકોર 


વાવમાં કોના કેટલા મત?
જ્ઞાતિ                    મત


ઠાકોર                82,852
ચૌધરી               49,860
દલિત               42,850
રબારી              25,192
બ્રાહ્મણ            18,670
રાજપૂત            18,251
પ્રજાપતિ          12,607
મુસ્લિમ             7,980
અન્ય               13,138


કોંગ્રેસ સમાજના દબદબાવાળી આ બેઠક પર ઠાકોર સમાજના મતો કોની બાજુ પડે છે તેના પર જીતનો મદાર રહેશે...સાથે જ ચૌધરી અને રબારી સમાજના મતો પણ મહત્વની ભૂમિકા ભજવશે...ચૌધરી સમાજમાંથી પણ કેટલાક અપક્ષે ઉમેદવારી નોંધાવી છે ત્યારે એ જોવાનું રહેશે કે વાવમાં કોનો વટ રહે છે.


  • વાવમાં મુરતિયા નક્કી, હવે વારો જનતાનો

  • ગુલાબ કે કમળ, કોણ પહોંચશે ગાંધીનગર?

  • ક્ષત્રિય કે ઠાકોર, કોને મળશે સિંહાસન?

  • ગુલાબસિંહ VS સ્વરૂપજી વચ્ચે જંગ 

  • 2022માં હારેલા બન્નેને મળી ટિકિટ