• ઘોઘંબામાં લગ્નમાં ગયેલી પિતરાઈ બહેનો ગઈકાલે રાત્રે ગુમ થઈ હતી, બીજા દિવસે સવારે ઝાડ પર લટકી મળી બંનેની લાશ 

  • આજે કાલોલના એરાલ ગામના રાજેન્દ્ર બારીયા નામના યુવકનો સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો


જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના ઘોઘમ્બાના લાલપુરી ગામના જંગલમાંથી ગઈકાલે બે યુવતીઓના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક બંને યુવતીઓ કાલોલના એરાલ પંથકની હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે જ બંને યુવતીઓ પિતરાઈ બહેનો નીકળી હતી. ત્યારે આ કેસમાં જબરદસ્ત મોટો વળાંક આવ્યો છે. જે વિસ્તારમાંથી યુવતીઓની લાશ મળી હતી, તેનાથી થોડા દૂર જંગલમાંતી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે પિતરાઈ બહેનોની લાશ ઝાડ પર લટકતી મળી હતી 
લાલપુરી અને વરવાળા ગામની સીમમાં એરાલ અને ઝોઝ ગામની પિતરાઈ બહેનો સોમવારે મોડી રાત્રે એરાલ ગામમાં એક લગ્ન સમારોહમાંથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી. જેના બાદ ગઈકાલે વહેલી સવારે અંધારી કોતર પાસે આવેલા કણજના ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમના મૃતદેહો મળી આવતા ચકચાર મચી છે. બંને યુવતીઓ પિતરાઈ બહેનો છે. એરાલ ગામે ખેતી કામ કરીને જીવન ગુજારતા અરવિંદભાઈ રાઠવાની પુત્રી સોનલ ઉર્ફે પીનલ રાઠવા તેમજ તેની પિતરાઈ બહેન વર્ષા રયજી નજરું રાઠવા સોમવારે એક લગ્ન સમારોહમાં ગઈ હતી. મોડી રાત્રે બંને પરત ફરી ન હતી. તેથી પરિવારજનોએ પણ તેમની શોધખોળ ચલાવી હતી. જેના બાદ ઝાડ પર લટકતી હાલતમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. 


આ પણ વાંચો : કોવિડ ડ્યુટી પૂરી કરીને યુવા તબીબે હોસ્પિટલના રૂમમાં જ કરી આત્મહત્યા 


બીજા દિવસે જંગલમાંથી ત્રીજી લાશ મળી 
ગઈ કાલે જે વિસ્તારમાંથી બે યુવતીઓના મૃતદેહ મળ્યા તે જ વિસ્તારમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘોઘંબાના લાલપુરી જંગલમાંથી સતત બીજા દિવસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કાલોલના એરાલ ગામના રાજેન્દ્ર બારીયા નામના યુવકનો સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે રીતે યુવતીઓની લાશ મળી છે, એ જ રીતે યુવકની લાશ ઝાડ પરથી મળી આવી છે. 


ત્યારે રાજગઢ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. ગઈકાલે એરાલ ગામની યુવતી અને તેની ફોઇની દીકરીના મૃતદેહ મળી આવ્યા હતા, અને આજે યુવકની લાશ. ત્યારે આ મામલે અનેક તર્કવિતર્ક સામે આવ્યા છે. 


આ પણ વાંચો : મે, જુલાઈ કે ઓક્ટોબર... જાણો કયા મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર...?


ધોરણ 10 માં માસ પ્રમોશન આપવા મુદ્દે વાલી મંડળે હાઈકોર્ટમાં PIL કરી