ઝી બ્યુરો/સુરત: બ્લ્ડ પ્રેશરના દર્દીઓ માટે સુરતની મંત્રા મેન મેટ ટેક્સટાઈલ રિસર્ચ એસોસિએશને ખાસ યાર્ન તૈયાર કર્યું છે. આ યાર્નથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીને રાહત મળશે. આ યાર્ન બામ્બુ ચારકોલથી તૈયાર કરાયું છે. જેનાથી જો ભવિષ્યમાં ફેબ્રિક બનાવવામાં આવશે તો લોકોને બ્લડ પ્રેશર જેવી સમસ્યાથી રાહત મળી શકશે. જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય અને તેઓ આ તૈયાર ફેબ્રિક પહેરશે તો તેમને ૨૦ થી ૩૦ ટકા બ્લડપ્રેશર ડાઉન કરવામાં મદદ મળી રહેશે. એટલું જ નહીં આવનાર દિવસોમાં આ ફેબ્રિકથી જોઈન્ટ પેઇન માટે જે શોક્સ પહેરવામાં આવે છે તે પણ તૈયાર કરી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ક્યા યાત્રાધામમાં દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર? 17 વીઘા જમીન ખુલ્લી


'મંત્રા' મેન મેટ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન (મિનિસ્ટ્રી ઓફ ટેકટર ટેક્સટાઇલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા એક ખાસ યાર્ન કરવામાં આવ્યું છે. જેનાથી બ્લડ પ્રેશરના દર્દીઓને રાહત મળશે. આ યાર્નથી બીપીના દર્દીઓને હાઈ બ્લડ પ્રેશરના સમયે 20 થી 30 ટકા રાહત મળી રહેશે. આ યાર્ન બામ્બુ ચારકોલથી તૈયાર કરવામાં આવ્યું. પ્રથમ સંશોધન છે બામ્બુને સળગાવી જે ચારકોલ ઉત્પન્ન થાય છે તેમાં પોલિસ્ટર મિક્સ કરી યાર્ન બનાવવામાં આવ્યું છે. 


હવે ધો.10ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે! જાણો આ પરીક્ષાની ખાસિયત


ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સુરત પ્રખ્યાત છે પરંતુ હવે આ ઉદ્યોગમાં લોકોને વધુ સારી ક્વોલિટીનો ફેબ્રિક મળી રહે આ માટે મંત્રા સંશોધન કરતી હોય છે. આ વખતે મંત્રા દ્વારા ખાસ બામ્બુ ચારકોલ યાર્ન સંશોધિત કરવામાં આવ્યું છે જેનાથી જો ભવિષ્યમાં ફેબ્રિક બનાવવામાં આવશે તો લોકોને બ્લડ પ્રેશર જેવી સમસ્યાથી રાહત મળી શકશે. મંત્રા સંસ્થાનના ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેસર ની સમસ્યા હોય અને તેઓ આ તૈયાર ફેબ્રિક પહેરશે તો તેમને ૨૦ થી ૩૦ ટકા બ્લડપ્રેશર ડાઉન કરવામાં મદદ મળી રહેશે. 


ગુજરાતના પશુપાલકો માટે શ્વેતક્રાંતિ! આ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, જાણો કેટલો થશે ફાયદો


એટલું જ નહીં આવનાર દિવસોમાં આ ફેબ્રિક ના કારણે જોઈન્ટ પેઇન માટે જે શોક્સ પહેરવામાં આવે છે તે પણ તૈયાર કરી શકાશે. બીજી બાજુ આ યાર્નના સંશોધન કરતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ ચારકોલ બનાવવા માટે યાર્ન એક પદ્ધતિથી સળગાવવામાં આવે છે અને તેનાથી આ ચારકોલ તૈયાર થાય છે. આ વાસ્તવિક કોલ નથી પરંતુ બાયોલોજીકલ કોલ કહી શકાય છે. તમામ પ્રક્રિયા થકી આ ચારકોલ તૈયાર કરવામાં આવે છે. ચારકોલ હોવાના કારણે જે યાન તૈયાર થાય છે તેનાથી જે કાપડ બનશે તે કાળા રંગનું રહેશે તેમ છતાં તે હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે ઉપયોગી બની રહેશે.


ગુજરાતમાં કોંગ્રેસ એક્શનમાં! લોકસભાની 2 બેઠક માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા