અમદાવાદ :વિશ્વભરમાં વ્યાપેલી ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર અને ઝોનલ હેડ રાજયોગીની એવા સરલાદીદીનું ગઈકાલે નિધન થયું છે. ગઈકાલે બપોરે 12.10 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેને કારણે વિશ્વભરમાં રહેતા બ્રહ્માકુમારીઝના અનુયાયીઓમાં દુખની લાગણી ફેલાઈ ગઈ છે. સરલાદીદીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સરલાદીદી સાથેની તસવીર શેર કરીને પોતાના ટ્વિટર પર લખ્યું કે, બ્રહ્મકુમારીઝ પરિવાર સાથે જોડાયેલ રાજયોગીની સરલા દીદીના નિધનથી દુખ થયું છે. તેમણે મહેનત, સેવા અને કરુણાને અપનાવી. હું શૌભાગ્યશાળી છું કે, મને હંમેશા તેમની શુભકામનાઓ મળી છે. હું બ્રહ્માકુમારીઝ પરિવાર અને તેમના અનુયાયીઓની સાથે છું. શાંતિ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા રાજયોગિની સરલા દીદીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ​મુખ્યમંત્રીએ બી. કે. સરલા દીદીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, 5૦ વર્ષથી તેઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતના વડા તરીકે સેવાઓ આપીને ત્યાગ, તપસ્યા, સેવામય વ્યકિતત્વથી સંસ્થાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. મુખ્યમંત્રીએ રાજયોગિની સરલા દીદીએ અનેક દેશોમાં પ્રવાસ કરીને રાજ્યોગ અને ભારતીય સંસ્કૃતિના કરેલા પ્રસારની પણ સરાહના કરી છે. ​તેમણે સદ્દગતને શોકાંજલી પાઠવતા સરલા દીદીના આત્માની પરમશાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી છે.



આજે આબુમાં તેમના દેહને પુષ્પાંજલિ માટે રખાશે
સરલાદીદીના પાર્થિવ દેહને ગઈકાલે સાજે સાંજે 5 કલાકથી 8 કલાક સુધી અમદાવાદના બ્રહ્માકુમારી, સુખ શાંતિ ભવન, ભૂલાભાઈ પાર્ક રોડ, કાંકરીયા અમદાવાદ ખાતે પુષ્પાજલિ માટે રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના દેહને આજે શુક્રવારે માઉન્ટ આબુ ખાતે આવેલ બ્રહ્માકુમારીઝના મુખ્યાલયમાં અંતિમ વિધી માટે લઈ જવામાં આવનાર છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV