પ્રેમલ ત્રિવેદી/પાટણ: માતાની મમતાનું ઇતિહાસના પન્નાઓમાં આજે પણ કોતરાયેલી જોવા મળે છે. એટલે જ કવિઓ પણ કહી ગયા છે કે જનનીની જોડ સખી નહિ મળે રે લોલ. કહેવાય છે કે માતાના પ્રેમ આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે. માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી કરતી નથી, તેવા અનેક દાખલા આપણે સમાજ જીવનમાં જોતા આવ્યા છીએ. જોકે આવી જ એક પરંપરા આજે પણ સજીવન છે કે જ્યાં પોતાના બાળકોના સારા સ્વાસ્થ માટે ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ. ઉઘાડા પગે દોટ મુકતી જનેતાઓને નિહાળવો પણ એક લહાવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી પૂર્વ ગુજરાત-રાજસ્થાન સરહદે રૂપિયાની રેલમછેલ! કારમાંથી મળ્યા 1 કરોડ


પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભ્રાંમણવાડા ગામે છેલ્લા સાતસો વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે. જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલુ સંતાન થાય તેની ઝેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને આ પ્રસંગ સમગ્રમાં ગામની મહિલાઓ જોડાય છે. જેમાં જેના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થયો હોય તેની માતા હોળીની ઝેમ નિમિત્તે આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખે છે. બાદમાં પોતાના દીકરાને નવા કપડામાં તૈયાર કરવામાં આવે છે. બાદમાં સમુહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે. ત્યારબાદ ગોગા બાપજીના મંદિરે જાય છે, જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે. આ ગામમા વર્ષો જૂની પરંપરા નિભાવા માટે અમેરિકાથી ગામમા આવ્યા હતા અને પરંપરા નિભાવી હતી.


રાજપૂત સમાજ વિશે બોલીને પસ્તાયા પરસોત્તમ રૂપાલા, માંગવી પડી માફી


સમગ્ર સમાજની બહેનો આ ઉત્સવમાં જોડાય છે. ઘીની સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે. આ પ્રસાદ તમામ ઘરે આપવામાં આવે છે, જે મહિલાને ઝેમ હોય છે તે મહિલાને ગોગા બાપજીના મંદિરે દર્શન કરવાના હોય છે. ત્યારબાદ તમામ ઉપવાસ ધારી મહિલાઓ મંદિરેથી ઉઘાડા પગે તેમના હાથમાં શ્રીફળ રાખે છે. જ્યાં તેમની પાંસલી ભરાવવામાં આવે છે. 


Rules Change: FASTag, ક્રેડિટકાર્ડથી માંડીને PF સુધી, 1 એપ્રિલથી બદલાઇ જશે આ 7 નિયમો


પુજારીઓ દ્વારા દોડમાં ભાગ લેનાર માતાઓના હાથ કપડાથી બાંધવામાં આવે છે. તેમના બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે. તેમજ ઉઘાડા પગે મહિલાઓ તેના વાળ પણ દોડતી વેળા છુટા રાખે છે. બાદમાં પુજારી દોડ માટેની આદેશ કરતા જ મહિલાઓ ધોમ ધમતા તડકામાં ઉઘાડા પગે માર્ગ પર બે કિલો મીટર સુધીની દોટ મુકે છે. આ દોડ પાછળની એક લોક વાયકા મુજબ આમ કરવાથી પોતાના બાળકની સલામતી તેમજ સારૂ સ્વાસ્થ સારૂ રહે છે. તેના માટે મહિલાઓ આ પરંપરાને પેઢી દર પેઢી આજે પણ જાળવી રાખી છે. જેમાં ચાલુ સાલે ગામની 11 જેટલી મહિલાઓને ત્યાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થઈ અને તે તમામ બહેનોએ આ પરંપરામાં પોતાના પુત્ર માટે ભાગ લીધો છે.  


પ્રથમ દિવસે 76% પ્રોફિટની સંભાવના, 27 માર્ચે ઓપન થશે આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 106 રૂપિયા


ગોગા મહારાજના મંદિરેથી વેરાઈ માતાના મંદિર સુધીની લગભગ બે કિલોમીટર જેટલી લાંબી દોડ મહિલાઓ ગણતરીની મીનિટોમાં જ પૂરી કરી દે છે. જોકે આ દોડમાં પરિવારની અન્ય મહિલાઓ પણ મદદ કરવા માટે સાથે દોડે છે. ત્યાર બાદ વેરાઈ માતાના મંદિરે જઈને માતાજીના દર્શન કરી આ ઝેમની બાધા પૂર્ણ કરવામાં આવે છે.


આ વિસ્તાર બન્યો ગુનાખોરીનું એપીસેન્ટર! છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી યુવકની હત્યા


જોકે આ દોડમાં જે મહિલા પ્રથમ આવે છે તેના પુત્ર પર માતાજીનો વિશેષ આશીર્વાદ મળે છે, તેવી પણ એક માન્યતા રહેલી છે. બાદમાં મંદિરે આવેલ તમામ ઉપવાસ ધારી અને દોડ ધારી મહિલાઓને મંદિરે માતાજીના પુજારી દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. બાદમાં આ શ્રદ્ધાની આ દોડ પૂર્ણ માનવામાં આવે છે.