અંબાજી મંદિરમાં પાવડી પૂજાની વર્ષોની પરંપરા ખંડિત થતા બ્રાહ્મણોમાં રોષ
લોકડાઉન દરમિયાન રાજ્યમાં જે મંદિરો બંધ કરવામાં આવ્યા હતા હવે ભક્તો માટે તેમના દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં પાવડી પૂજાની વર્ષોની પંરપરા ખંડિત થયા બ્રાહ્મણોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
અંબાજી: કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થતા રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન સાથે છૂટછાટ આપવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન રાજ્યમાં જે મંદિરો બંધ કરવામાં આવ્યા હતા હવે ભક્તો માટે તેમના દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં પાવડી પૂજાની વર્ષોની પંરપરા ખંડિત થયા બ્રાહ્મણોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
કોરોના મહામારીના કહેરથી સમગ્ર દુનિયા ત્રસ્ત થઈ ગઈ છે. કોરોના કહેરને લઇને દેશ સહિત રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું જેને લઇને રાજ્યમાં ધંધા-રોજગાર સહિત મંદિરો બંધ થઈ ગયા હતા. જો કે કોરોનાનો કહેર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. જેને લઇને દેશ સહિત રાજ્યમાં લોકડાઉન બાદ અનલોક કરી ધીરે ધીરે તમામ છૂટ આપવામાં આવી છે અને ધંધા રોજગાર સહિત મંદિરો દ્વાર પણ લોકો માટે ખુલ્લા થઈ ગયા છે. ત્યારે અનલોક બાદ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવેલા આંબાજી મંદિરમાં નવો વિવાદ ઉભો થયો છે.
આ પણ વાંચો:- Gujarat ACBની સૌથી મોટી સફળતા, નિવૃત મામલતદાર પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપી પાડી
અંબાજી મંદિરમાં પાવડી પૂજાની વર્ષોની પરંપરા ખંડિત થતા બ્રાહ્મણોમાં રોષ છે. કોરોના મહામારીના કારણે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાના કેસ ઘટતા મંદિરના દ્વાર ફરીથી ખોલવામાં આવ્યા હતા. પ્રસાદ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવે છે પરંતુ નિજ મંદિરમાં બ્રાહ્મણો જે પાવડી પૂજા કરે છે. જેની પરવાનગી ન આપવામાં આવતા બ્રાહ્મણોમાં રોષ છે. તેમણે મંદિરના ગેટ આગળ જ ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. જો કે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારે સ્પષ્ટતા કરી છે કે, કોરોના ગાઈડલાઈનના કારણે પૂજા નથી કરવા દેવામાં આવી રહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube