સુરત: અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી કિડની, લિવરનું દાન કરવામાં આવ્યું છે. પાંડેસરાની મહિલાની બ્રેઇન્ડેડ તથા નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન કરી વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મનુબેન સિંહની તબિયત લથડી હતી તેઓને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, ત્યારબાદ મહિલાને બ્રાન્ડેડ હોવાથી પરિવારને નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગદાન કરવા માહિતગાર કર્યા હતા. પરિવારે અંગદાનની મંજૂરી આપતા નવી સિવિલ હોસ્પિટલમાં બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું છે. 


પોલીસ પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સ મારફત સુરત નવી સિવિલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી 300 કિ.મીનું અંતર 3 કલાકમાં કાપીને IKDRC સેન્ટરમાં સ્ટોરેજ કરવામાં આવ્યું છે. કિડની અને લીવર જરૂરિયાત મંદ દર્દીને  ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.


આ ઘટના બાદ પરિવારે જણાવ્યું હતું કે અમારા દર્દીનું બ્રેઇન્ડેડ થઈ ગયું હતું. અંગદાન કરવાથી જો બીજા કોઈને નવું જીવનદાન મળે તે શોધી સારી વાત કહી શકાય છે. અમારા માટે પણ આ એક પ્રેરણાદાયક છે અને આ આવી જ રીતે આગળ વધતું જશે.