બ્રેઇનડેડ મહિલાએ 6 લોકોને આપ્યું નવજીવન, સુરતમાંથી બીજી વખત ફેંફસાનું દાન
ટેક્સટાઇલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાઓની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફસાનું દાન કરવામાં આવ્યું છે.
ચેતન પટેલ, સુરત: ટેક્સટાઇલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાઓની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફસાનું દાન કરવામાં આવ્યું છે. શહેરની 54 વર્ષિય બ્રેઇનડેડ જાહેરત થયેલી મહિલાના હૃદય અને ફેંફસાનું સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઇની 25 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપાલન્ટ કરવામાં આવતા નવું જીવન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિરણબેનના કિડની અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીનવ આપવામાં આવ્યું છે.
વધુમાં વાંચો:- પુત્રના અભ્યાસ માટે પિતા કિડની વેચવા બન્યા મજબૂર, માતા કરે છે મજૂરી કામ
સુરતમાં રહેતા 54 વર્ષીય કિરણબેન 15 દિવસ અગાઉ માથાના દુખાવાની ફરિયાદ થઇ હતી. બાદમાં 17મી જૂનના રોજ મળસ્કે તેઓ પડી જતા બેભાન થઇ ગયા અને ત્યારબાદ ખેંચ આવતા પરિવારજનોએ તેમને તાત્કાલીક 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટના આધારે તબીબે કિરણબેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
વધુમાં વાંચો:- નવરંગપુરાની ઘટના બાદ પોલીસનું PG ચેકિંગ, સંચાલકોને આપી જરૂરી સૂચના
કિરણબેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા હોવાની વાતની જાણ થતા જ ડોનેટ લાઇફના સંસ્થાપક નિલેશ માંડલેવાલા દ્વારા પરિવારજનોને અંગદાન કરવા અપીલ કરી હતી. આખરે પરિવારજનોએ અંગદાન માટે રાજી થતા બ્રેઇન ડેડ કિરણબેનના ફેંફસા, હાર્ટ, લિવર તથા ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. કિરણ બેનના ફેંફસા મુંબઇની ફોર્ટીસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 25 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કિરણબેન 6 લોકોને નવજીવન આપતા ગયા હતા.
જુઓ Live TV:-