ગુજરાતમાં અંગદાન વેગવંતુ બન્યું! બ્રેઇનડેડ મુકેશભાઈના અંગદાનથી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું
મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રાજકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના અંતે 27 મેના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 112મુ અંગદાન થયું છે. રાજકોટના 30 વર્ષીય મુકેશભાઈ રાણા પરિવાર સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચી હતી. મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રાજકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના અંતે 27 મેના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા.
કુમાર કાનાણી ફરી લડી લેવાના મૂડમાં! ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા CMને લખ્યો પત્ર
જાહેર થયા ત્યારે તેમના પત્ની રાજકોટની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર તીર્થ અને અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા) એ અમદાવાદથી રાજકોટ પ્રવાસ ખેડી તેમના પરિવારજનો સમક્ષ પહોંચ્યા હતા.
આડા સંબંધને લીધે હર્યોભર્યો પરિવાર પીંખાયો! બીલપાડમા મિત્રએ જ મિત્રને રહેંસી નાંખ્યો
મુકેશભાઈના બ્રેઇનડેડ થયાનો સમગ્ર ચિતાર રજુ કરીને તેઓને અંગદાન અંગેની સમજ આપી હતી. જેનાથી પ્રેરણા લઈ રાણા પરિવારે એક જૂથ થઈને મુકેશભાઈના તમામ અંગોનુ દાન કરવાનો નિર્ણય કરાયો હતો. અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનુ દાન મેળવવામાં સફળતા મળી છે.
હવે ખેતી કરવી પણ મોંઘી બની, ખાતર, ખેડ, પાણી, દવા, મજૂરીનો ખર્ચ વધતા ખેડૂતો પરેશાન
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રવર્તેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે આજે રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંતી બની છે. અંગદાનની સેવાકીય પ્રવૃત્તિમાં સહાયક તરીકે અમારી પડખે ઉભેલા દિલીપભાઇ દેશમુખ (દાદા)નો અંગદાનના સેવાકીય કાર્યની સુવાસ રાજ્યભરમાં પહોંચાડવામાં મહત્વનો ફાળો રહેલો છે.
સફેદ સોનાની ખેતી કરીને ભરપેટ પસ્તાયા અમરેલીના ખેડૂતો,માર્કેટમાં સાવ તળિયે બેસ્યો ભાવ