ઉદય રંજન, અમદાવાદઃ ગુજરાતમાં PMO અને CMOઓની ઓળખ આપી ધાર્યા કામ કરવાનાર ઠગો વધ્યા છે. આજે ચોથો ઠગ પકડાયો છે. સરકારે જ્યારથી મંત્રાલયોને સૂચના આપી છે કે CMOમાંથી ઓફિશિયલ સૂચના હોય તો જ કામગીરી કરવી નહીં તો  મંત્રીઓએ પણ ભલામણો સ્વીકારવી નહીં ત્યારથી CMOના નામે ફોન કરનારા ગુજરાતી ઠગો વધ્યા છે. ગુજરાતી ઠગ કિરણ પટેલે તો વર્ષોથી PMOનું નામ વટાવી ખાધું છે. જેને તો કાશ્મીરમાં સંવેદનશીલ એરિયાની પણ મુલાકાત લીધી છે. કિરણ પટેલ પકડાયા બાદ આ બાબતો પર અંકુશ આવશે તેવી સરકારને આશા હતી પણ એ બાદ CMOના નામે ફોન ચાલુ થયા છે. ગુજરાતમાં આજે ચોથો ઠગ પકડાયો છે. જેને GST અધિકારીને તપાસમાં કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે સાણસામાં લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
ગુજરાતમાં તાજેતરમાં મુખ્યમંત્રી ઓફિસ કે પ્રધાનમંત્રી ઓફિસમાં કામ કરતા હોવાની માહિતી આપી રોફ જમાવી લોકો સાથે છેતરપિંડી કરનાર અનેક લોકો સકંજામાં આવી રહ્યાં છે. હવે લવકુશ દ્વિવેદી નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ મામલે જીએસટીના અધિકારીઓએ પોતાની તપાસમાં કાર્યવાદી કરવાનો આદેશ આપ્યો હતો. જીએસટીના અધિકારીઓને શંકા જતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાઇબર ક્રાઇમે લવકુશ દ્વિવેદીની ધરપકડ કરી છે. 


આરોપી લવકુશ દ્વિવેદીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહે છે. લવકુશ પોતે સાણંદ ખાતે રહે છે અને કર્મકાંડ તેમજ સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડરનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. આરોપી લવકુશની પૂછપરછમાં સામે આવ્યું કે તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર અનેક નેતાઓ અને અધિકારી સાથેનાં ફોટો રાખ્યા હતા જેથી અન્ય લોકોને તે ભાજપ પક્ષ સાથે ધરોબો ધરાવતો હોવાનું જણાવતો હતો. તો બીજી તરફ તે ગુજરાત અને ગુજરાત બહારના અધિકારીઓને સીએમોના અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ કામો માટે ભલામણ કરતો હતો. તો અમુક જગ્યાએ કોન્ટ્રાક્ટરોને પણ અમુક કામો માટે સૂચના આપતો હતો. વધુ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે વીઆઈપી સુવિધાઓ મેળવવા પણ તે પોતાને સીએમોના અધિકારી તરીકે ઓળખાવતો હતો એટલે કે કોઈ સર્કિટ હાઉસ કે અન્ય કોઈ સુવિધાઓ માટે પોતે પોતાની જાતને અધિકારી ગણાવતો હતો. બીજી તરફ તે ટ્રુ કોલરમાં પણ પોતાને સીએમોના અધિકારી હોવાનું ઓળખ રાખી હતી. 

લવકુશ દ્વિવેદીને નેતાઓ અને આગેવાનો સાથે સંબંધો હતા જેનો ફાયદો ઉઠાવી તે પોતાના અંગત કામો કરાવવામાં માહિર હતો. અધિકારીઓ પાસે પણ આ લવકુશ દ્વિવેદીની અલગ છાપ હતી અને તે પોતાને સીએમોના જ અધિકારી તરીકે ઓળખ આપતો હતો. મહત્વનું છે કે હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા જીએસટીના અધિકારીની એક ફરિયાદ ઉપરથી લવકુશ દ્વિવેદી ધરપકડ કરી છે. જોકે હવે સાયબર ક્રાઇમની ટીમ આ લવકુશ દ્વિવેદી દ્વારા અન્ય કઈ કઈ જગ્યા ઉપર ખોટી ઓળખ આપી અથવા તો કોઈ ધાક ધમકી આપી કે છેતરપિંડી કરી સહિતના ગુનાઓ આચાર્ય છે તેની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન જરૂર જણાશે તો લવકુશ દ્વિવેદી ઉપર અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી શકે છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે લવકુશ ત્રિવેદીના સંપર્કમાં કોણ કોણ નેતાઓ અને અધિકારીઓ હતા 


ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર


અત્યાર સુધી ચાર લોકો ઝડપાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારીની ઓળખ આપી કાંડ કરનાક લોકોની સંખ્યા  વધી રહી છે. પહેલા કિરણ પટેલની ઘટના સામે આવી હતી. કિરણ પટેલે પીએમઓ અધિકારી તરીકે ઓળખ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. ત્યારબાદ વડોદરાથી વિરાજ પટેલની ધરપકડ થઈ હતી. વિરાજ પટેલ સીએમઓ અધિકારીની ખોટી ઓળખ આપતો હતો. જામનગરમાં પણ આવી ઘટના બની હતી. જ્યાં સીએમઓ અધિકારી તરીકે ઓળખ આપનાર નિકુંજ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube