Indore Temple Collapse: રામનવમીના પાવન દિવસે ઈન્દોરના એક મંદિરમાં દુર્ઘટના સર્જાઈ, જેમાં અત્યાર સુધીમાં 35 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક વ્યક્તિ હજુપણ લાપતા, સર્ચ ઓપરેશન ચાલુ છે. કૂવામાં ખાબકેલા 18 લોકોને બચાવી લેવાયા, 16 વ્યક્તિ સારવાર હેઠળ છે. ત્યારે આ દુર્ઘટનામાં સૌથી બાબત એ છે તેમાં 11 ગુજરાતીઓના મોત નિપજ્યાં છે. ઈન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત નિપજ્યાં છે. આ તમામ હતભાગી કચ્છના નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી હતી. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 50થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા, જેમાં મહિલા, પુરુષ અને બાળકો પણ સામેલ છે. જેમાં 35 લોકોનાં મોત થયાં છે. 18 લોકોને વાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા હજુપણ બચાવ કામગીરી શરૂ છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે, ઇન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત નિપજ્યાં છે. આ તમામ હતભાગી તમામ નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના છે. મૂળ કચ્છના પાટીદાર સમાજના લોકો ધંધાર્થે ઇન્દોરમાં મોટી સંખ્યા વસવાટ કરે છે. એક સાથે 11 લોકોના મૃત્યુ થતા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.


મૃતકોનાં નામ 
1. લક્ષ્મીબેન રતિલાલ દીવાણી, ઉંમર 70 વર્ષ (ટોડીયા)
2. દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી, ઉંમર 58 (નખત્રાણા)
3. કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી, ઉમર 32 વર્ષ (નખત્રાણા)
4. ગોમતીબેન ગંગદાસ પોકાર, ઉંમર 70 વર્ષ (રામપર સરવા)
5. પુષ્પાબેન દિનેશભાઈ પોકાર, ઉંમર 49 વર્ષ (હરીપર)
6. કસ્તુરબેન મનોહરભાઈ રામાણી, ઉંમર 73 વર્ષ, (નખત્રાણા)
7. પ્રિયંકાબેન પોકાર, ઉંમર 30 વર્ષ (હરીપર)
8. વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી, ઉંમર 58 વર્ષ, (વિરાણી મોટી)
9. શારદાબેન કેશવલાલ પોકાર, ઉંમર 55 વર્ષ, (રામપર, સરવા)
10. રતનબેન નાનજીભાઈ રામાણી, ઉંમર 73 વર્ષ (નખત્રાણા)
11. જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી, ઉંમર 72 વર્ષ (નખત્રાણા)


આ વાંચી ભયનું લખલખું પસાર થઈ જશે, કોરોનાનો સૌથી વધુ ચેપી વેરિયન્ટ ગુજરાતમાં ફેલાયો


અત્યાર સુધીમાં 35 લોકોના દર્દનાક મોત
અત્રે જણાવવાનું કે ઈન્દોરના કલેક્ટર ડો. ઈલ્યારાજા ટીના જણાવ્યાં મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે18 લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી 2 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયો છે. એક વ્યક્તિ હજુ પણ મિસિંગ છે. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો હજુ પણ સર્ચ અને બચાવ ઓપરેશન ચલાવી રહી છે. દુર્ઘટનાની ગંભીરતા જોતા મેજિસ્ટ્રેટિયલ તપાસના આદેશ આપી દેવાયા છે. જેના અકસ્માતના કારણોની ભાળ મેળવવાની સાથે સરકારી એજન્સીની ભૂમિકા  પણ જોવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન એ પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરાશે કે તત્કાળ કાર્યવાહીમાં કયા કયા અધિકારીઓ અને કર્મચારીઓ બેદરકારી વર્તી. અકસ્માતની 15 મિનિટની અંદર જ રાહત ટીમ પહોંચી ગઈ હતી. બીજી બાજુ રસ્સી તૂટનારો મહિલાનો જે વીડિયો છે તે રેસ્ક્યૂ ટીમ પહોંચ્યા પછીનો છે. 


સેના બોલાવી પડી
ઘણા સમય સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાર્યા બાદ પણ જ્યારે કોઈ વિશેષ લાભ ન થયો તો સેના બોલાવવી પડી. ત્યારબાદ પાંચ કલાકની અંદર 21 મૃતદેહો બહાર કાઢી શકાયા. અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે. કલેક્ટરના જણાવ્યાં મુજબ હાલ રેસ્ક્યૂ ઓપરેશનમાં 140 લોકોની ટીમ લાગી છે. જેમાંથી 15 એનડીઆરએફ, 50 એસડીઆરએફ, 75 આર્મી જવાનો સામેલ છે.


આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બેલેશ્વર મંદિરના પૂજારી લક્ષ્મીનારાયણ શર્માએ આપવીતિ સંભળાવતા કહ્યું કે મારી આંખો સામે જેટલા હતા તે બધા કૂવામાં સમાતા ગયા. મે મારી આંખો સામે મોતનું તાંડવ જોયું. મે જોયું કે કેવી રીતે લોકો કૂવામાંથી નીકળવા માટે તડપી રહ્યા હતા. લાશો તરી રહી હતી. તેમણે વધુમાં કહ્યું કે તેઓ 2007થી આ મંદિરમાં પૂજા કરી રહ્યા છે. પોતાના જીવનમાં આ પ્રકારનો ભયાનક અકસ્માત આ અગાઉ ક્યારેય જોયો નથી. તેમણે કહ્યું કે કવર ધસી પડતા તેઓ પોતે પણ નીચે પડ્યા હતા. પરંતુ તેમને તરતા આવડે છે આથી તેઓ તરીને ઉપર આવી ગયા. પરંતુ આજુબાજુ અનેક મૃતદેહો તરી રહ્યા હતા. પૂજારીએ જણાવ્યું કે મંદિરમાં હંમેશા હવન બહારથી થતો આવ્યો છે પરંતુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે એટલે હવન અંદર રાખવામાં આવ્યો હતો.