દૂધના ભાવમાં આજથી વધારો, Amul ના તમામ પ્રકારના દૂધમાં હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Amul Milk Price Hike : અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી 3 રૂપિયા સુધીનો કર્યો વધારો... નવો ભાવવધારો આજથી લાગુ...
Milk Price Hike : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમૂલનો નવો ભાવ વધારો આજથી લાગુ પડશે. આજથી તમે ખરીદતા અમૂલના દરેક પ્રકારના દૂધના ભાવમાં વધારો થઈ જશે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આજથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહીસાગરમાં ભાવ વધારો લાગુ કરાયો છે. 13 માસના ગાળામાં ત્રીજીવાર અમૂલ દૂધના ભાવમાં વધારો છે. નવો ભાવવધારો આજથી લાગુ થતા હવે નવા ફાઈનાન્શિયલ વર્ષથી જ નાગરિકોને ફટકો પડશે.
અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. 13 માસના ગાળામાં ત્રીજીવાર અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહીસાગર સહિત મોટાભાગના જિલ્લામાં ભાવ વધારો લાગુ કરાયો છે. આજે સવારથી જે લોકો દૂધ ખરીદવા ગયા તેઓને મોટો ઝટકો લાગ્યો છે.
ખેડામાં વિચિત્ર અકસ્માત : ટ્રકની ટક્કર બાદ ડ્રાઈવરનો શરીરનો અડધો ભાગ અંદર જ ફસાય
દૂધના નવા ભાવ
- અમુલ બાફેલો 33 રૂપિયા
- અમુલ ગોલ્ડ 32 રૂપિયા
- અમુલ શક્તિ 29 રૂપિયા
- અમુલ સ્લિમ ટ્રિમ 23 રૂપિયા
- અમુલ ટી સ્પેશિયલ 30 ના ભાવે મળશે
બરોડા ડેરીનું દૂધ મોંઘું
તો બીજી તરફ, બરોડા ડેરી દ્વારા છ માસમાં બીજી વખત દુધના ભાવમાં વધારો કરાયો છે. બરોડા ડેરીએ એક લીટર દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. આ કારણે વડોદરામા સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે. વડોદરામાં અમુલ ગોલ્ડ 500 ml પાઉચના 31 ની જગ્યાએ 32 રૂપિયા થઈ ગયા છે. તો અમુલ શક્તિ, અમૂલ તાજા, અમુલ ગાય, અમુલ સ્લીમ એન્ડ સ્ટ્રીમમાં પણ લીટરે રૂપિયા 2 નો વધારો કરાયો છે.
આબુ ફરવા જનારા ગુજરાતીઓને મોટો ઝટકો, આજ રાતથી વધી જશે તમારું ફરવાનું બજેટ
ગઈકાલે પશુપાલકોના ભાવ વધાર્યા હતા
દૂધ ઉત્પાદકોને ખર્ચ પોષાતો નહીં હોવાથી કિલો ફેટે રૂપિયા 20 નો ભાવ વધારો અમૂલ દ્વારા આપવામાં આવ્યો છે. અમૂલ ડેરીએ ભાવ વધારો આપતા પશુપાલકોમાં ખુશી વ્યાપી છે. આણંદની અમૂલ ડેરી ખાતે અમૂલ ડેરીનાં ચેરમેન વિપુલ પટેલએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમૂલ દ્વારા દૂધનાં ખરીદ ભાવ પ્રતિ કિલો અગાઉ 800 આપવામાં આવતા હતા જેમાં 20 રૂપિયાનો વધારો કરી હવે દૂધનો નવો ખરીદ ભાવ 820 રૂપિયા ચુકવવામાં આવશે. આવતીકાલે 1લી એપ્રીલથી સવારથી દૂધનો નવો ખરીદભાવ અમલમાં આવશે. આ ભાવ વધારાથી અમૂલ સાથે સંકળાયેલા આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાનાં ચાર લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટરને લઈને બે મોટા અપડેટ આવ્યા