Breaking News: સોમવારની સવાર ગોજારા સમાચાર લઈને આવી છે. આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ ઘટનામાં 6 લોકોના મોતની ખબર સામે આવી છે. માહિતી એવી પણ મળી રહી છેકે, અકસ્માતમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એટલેકે, આ માર્ગ અકસ્માતમાં 6 થી વધુ નાં મોતની સંભાવના છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં ટાયર ફાટતા ઉભેલી લકઝરી બસને પાછળથી ટ્રકએ ટક્કર મારી હતી. લકઝરી બસની આગળ ડિવાઇડર પર બેઠેલા મુસાફરો પર લકઝરી બસ ફરી વળી હતી. આ ગોજારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની સંભાવના છે. જ્યારે આ ઘટનામાં 8 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે એ મુજબ આ ઘટનામાં અકસ્માત થતાની સાથે જ સ્થળ પર 6 લોકોના મોત નિપજ્યા હતા. 


ઘટનામાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાની સાથે જ આણંદ ફાયરબ્રિગેડએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સાથે બનાવની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પણ આ અકસ્માત કઈ રીતે બન્યો, મૃતકોમાં કોણ કોણ છે તે અંગેની માહિતી એકત્ર કરીને પંચનામું કરવાની શરૂઆત કરી હતી.