ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા વિદ્યાસહાયકોની આતૂરતાનો અંત આવ્યો છે. વિદ્યાસહાયકોની ભરતી માટે ફાઇનલ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ પરિણામ જાહેર કર્યું છે. નોંધનીય છે કે 2600 જગ્યાઓ ભરવા પર પ્રક્રિયા ચાલી રહી છે. ફાઇનલ મેરિડના આધારે તબક્કાવાર ડોક્યુમેન્ટ ચકાસણી બાદ નિમણૂંક પત્રો અપાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઇનલ મેરિટ કર્યું જાહેર
પસંદગી સમિતિએ જાહેર કરેલા ફાઇનલ મેરિટ પ્રમાણે ધોરણ 1થી 5માં કુલ 6648 ઉમેદવારો સામેલ છે. જ્યારે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોના પરિણામમાં 2573 ઉમેદવારો છે. સામાજિક વિજ્ઞાન વિષયના ફાઇનલ મેરિટમાં સામેલ ઉમેદવારોની સંખ્યા 8981 છે.  ગુજરાતી ભાષા માટે ફાઇનલ મેરિટમાં 2414 ઉમેદવારોનો સમાવેશ થાય છે. હિન્દી ભાષાના મેરિટમાં 1290 ઉમેદવારો સામેલ છે. અંગ્રેજી વિષયના ફાઇનલ મેરિટમાં 3234 ઉમેદવારો છે. જ્યારે સંસ્કૃત વિષયના મેરિટમાં 1372 ઉમેદવારો સામેલ છે. 


આટલા શિક્ષકોની થશે ભરતી
1 થી 5    1000
ગણિત- વિજ્ઞાન    750
અન્ય ભાષાઓ    250
સામાજિક વિજ્ઞાન    600


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube