રાજકોટમાં નવરાત્રિ પહેલા કોરોના ત્રાટક્યો, 57 વર્ષના વેપારીનું સારવાર દરમિયાન મોત
Corona Case In Rajkot : રાજકોટમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ત્રાટક્યો......57 વર્ષના વેપારીનું કોરોનાની સારવાર દરમિયાન મોત....મૃતક વેપારીની પત્ની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ...વેપારીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો છતાં મોત થયું..
Rajkot News : ગુજરાતમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવવા આવી ગયો છે. નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવાર માટે ગુજરાતીઓને ભારે થનગનાટ હોય છે. ત્યારે તે પહેલા જ ગુજરાતમા કોરોનાએ દસ્તક દીધી છે. રાજકોટમાં કોરોનાના નવા વેરિયન્ટએ પ્રથમ ભોગ લીધો છે. રાજકોટના 57 વર્ષીય વેપારીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. ખાનગી હોસ્પિટલમાં મોત થતા PPE કીટ સાથે વેપારીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ત્રાટક્યો છે. 57 વર્ષના વેપારીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જોકે, મૃતક વેપારીની પત્ની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વેપારીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો છતાં મોત થયું હતું. મૃતક વેપારીના પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતું વેપારીનો કોરોના રિપોર્ટ નેગેટિવ થવા છતા મોત થવુ આરોગ્ય વિભાગમાં ચિંતા સતાવી રહ્યું છે.