Government jobs ગાંધીનગર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષામાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાયો છે. જે મુજબ, તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે. હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે. પંચાયત સેવા GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. જેથી હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની પરીક્ષા સ્નાતક કક્ષાએ લેવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તેવુ મંડળ દ્વારા જણાવાયું છે. 


ગુજરાત પર એક નહિ બે આફત આવી રહી છે, વાવાઝોડા સાથે માવઠાના માર માટે તૈયાર રહેજો


 


વિદેશોમાં એવી તો શું તકલીફ આવી કે પરત ફરી રહ્યાં છે ગુજરાતીઓ, સ્વદેશી બની રહ્યાં NRI


પરિણામ ઝડપથી મળશે 
હસમુખ પટેલે જણાવ્યું કે, સાથે જ પરીક્ષામા ગેરરીતિને નિયંત્રિત કરી દેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ પણ ઝડપથી મળી જશે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ વિદ્યાર્થી એટલેકે, ઉમેદવારને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. 


 


હવે વિદેશ જવા ગુજરાતીઓને ફાંફા પડશે, UK અને Canada એ નિયમોમાં કર્યા મોટા બદલાવ