Breaking News : કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ આપ્યુ રાજીનામું, લોકસભા પહેલા મોટો ફટકો
Congress MLA CJ Chavda Resigns : લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો... ડૉ. સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું... વીજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય છે સી.જે.ચાવડા
Gujarat Politics : લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને એક પછી એક ફટકો પડી રહ્યો છે. કોંગ્રેસના એક સિનિયર ધારાસભ્યએ આજે રાજીનામું આપ્યું છે. વીજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે. ત્યારે સીજે ચાવડા ગમે ત્યારે કેસરિયા કરશે.
વધુ રાજીનામા પડે તેવી શક્યતા
ઉત્તર ગુજરાતના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ચાલુ સપ્તાહમાં જ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે. આગામી એક જ સપ્તાહમાં આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી સંભાવના છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસનું બળ તોડવા માંગે છે ભાજપ
ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે.
જોકે, હજી પણ પક્ષપલટાના લિસ્ટમાં બીજા નામ પણ હોવાનું કહેવાય છે. અર્જુન મોઢવાડિયા સહિત અન્ય કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો :
વડોદરા બોટકાંડમાં શૌકત પરિવારની બે દીકરી ભોગ બની, સકીનાનો મોત પહેલાનો છેલ્લો VIDEO
બોટકાંડની પહેલી ભૂલ શાળાની છે! બાળકોને પ્રવાસમાં મોકલો તો આ સ્કૂલને આ સવાલો જરૂર કરો
સરકાર કોઈને નહિ છોડે, પણ મોરબીકાંડની જેમ બોટકાંડના આરોપીનું નામ પણ ફરિયાદમાંથી ગાયબ
વડોદરા બોટકાંડમાં સૌથી મોટી ભૂલ : સેવ ઉસળવાળાના ભરોસે છોડી દીધી પાર્કની બોટ