Gujarat Government : ગુજરાતના સરકારી કર્મચારીઓમાં આ દિવાળીએ મોટી ખુશીઓ આવી છે. આ દિવાળી તેમની ઝોળીમાં અનેક ખુશીઓ લઈને આવી છે. ત્યારે ગુજરાત સરકારે જેલ પરિવારોના ઘરે આનંદનો દીપ પ્રજ્વલિત કરતો મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે જેલના કર્મચારીઓ માટે ખરી દિવાળીએ પગાર વધારાની જાહેરાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે 


જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે :


  • જેલ સહાયક - રૂ.૩૫૦૦/- , અગાઉ ન હતું 

  • સિપાઈ - રૂ.૪૦૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું 

  • હવાલદાર - રૂ.૪૫૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું

  • સુબેદાર - રૂ.૫૦૦૦/- અગાઉ ૬૦ રૂ હતું 


 


મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એ ખોડલધામને દિવાળીએ શણગારાયું, ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ


સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીમાં મુસાફરો ઢળી પડ્યા, એક મુસાફરનું હાર્ટ એટેકથી મોત 


51 હજાર દીવડાઓથી ઝળહળી ઉઠ્યો ભુજીયો ડુંગર, સ્મૃતિ વનમાં ટમટમતા દીવડાંનો અદભૂત ડ્રોન નજારો