Gujarat Government : ગુજરાત સરકારના ફિક્સ પે ના કર્મચારીઓને દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત રાજ્ય સરકાર કરશે. લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓને કોઈ પગાર વધારો આપવામાં આવ્યો ન હતો, તેથી હવે સરકાર ટૂક સમયમાં જ ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. ટૂંક સમયમાં જ સરકાર તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિક્સ પેના કર્મચારીઓની લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. લાંબા સમયથી તેઓ એક જ પગારમાં કામ કરી રહ્યા હતા. તેથી ફિક્સ પેના કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. આજે સરકાર ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. ત્યારે કર્મચારીઓની લાંબા સમયની આ માંગ છે, તો સરકાર કેટલો પગાર વધારશે અને એરિયર્સ ચૂકવશે કે નહિ તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. લગભગ 20 થી 25 ટકાનો આ પગાર વધારો હોઈ શકે છે. ત્યારે હવે ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી જશે. 


Cyclone Tej : ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ, તેજ પણ બિપોરજોયની જેમ તબાહી લાવશે


છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકારની વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી છે. તેમના ફિક્સ પેમાં કોઈ વધારો થયો નથી. જેને કારણે કર્મચારીઓની કામગીરી પર અસર થઈ રહી છે. ત્યારે સરકાર હવે સત્વરે આ નિર્ણય લઈ શકે છે. 


યુવતીઓની છેડતી કરતા મનચલાઓની હવે ખેર નથી! રાજકોટ પોલીસની શી ટીમ મેદાનમાં આવી