અમદાવાદ : નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઈકોર્ટ આજે ચુકાદો આપે તેવી શક્યતા છે. આ કેસમાં આરોપીઓ અને સરકાર તરફથી અરજી કરાઈ છે જેમાં આરોપીઓએ સજા ઘટાડવા માંગ કરી હતી. આ મામલામાં સરકાર તરફથી નિર્દોષ છુટેલા આરોપીઓ સામે અરજી કરાઈ છે.     


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની વિગતો જોઈએ તો ગોધરા કાંડના પગલે નરોડા પાટિયામાં તોફાનો થયાં હતા જેમાં 97 લોકોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારાયાં હતાં. આ મામલામાં 29 ઓગસ્ટ, 2012ના રોજ 32 આરોપીઓને સ્પેશીયલ કોર્ટે સજા ફટકારી હતી. આ મામલામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બાજરંગીને સજા આપવામાં આવી છે. સ્પે.કોર્ટે આ મામલામાં માયાબેન કોડનાનીને 28 વર્ષની અને બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી,   


સોમનાથ જાઓ તો પગ બોળવા દરિયે ભુલથી પણ ન જતા કારણ કે...


આ મામલામાં સ્પેશીયલ કોર્ટે અન્ય 30 આરોપીને પણ દોષિત ઠેરવ્યાં હતા જ્યારે બાકીના 29 આરોપીને નિર્દોષ છોડી મુકયાં હતા. હવે પ્રોસિકયુશન તરફથી આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ છે. આ મામલામાં સ્પેશીયલ કોર્ટે 23 આરોપીને 14 વર્ષથી વધુની સજા ફટકારી હતી જ્યારે 7 આરોપીઓને 21 વર્ષની સજા આપી હતી. આ મામલામાં માયા કોડનાનીને ગંભીર બીમારી સબબ હાઈકોર્ટે જામીન આપ્યા છે. આ મામલામાં આરોપી તરફથી સીટના ઓર્ડરને હાઈકોર્ટમાં ચેલેન્જ કરાયો હતો જ્યારે સીટ દ્વારા 29 આરોપીઓને નિર્દોષ છોડવાના ચુકાદાને પડકારાયો હતો.