• રાજકોટ અગ્નિકાંડની તપાસમાં ભ્રષ્ટ સાગઠિયાની કબૂલાત

  • મનસુખ સાગઠિયાએ લાંચ લીધી હોવાની કરી કબૂલાત

  • ગેમઝોનનું ડિમોલીશન ન કરવા લીધી હતી લાંચ

  • કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કર્યાનો દાવો

  • લાંચ રકમ કેટલી અને કોની પાસેથી લીધી તેના મુદ્દે મૌન

  • લાંચની રકમ અંગે યાદ ન હોવાનું સાગઠિયાનું રટણ

  • કોણ છે સાગઠિયાના રાજકીય આકા, એ પણ આવશે સામે


Rajkot Game Zone Fire: રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડની આગમાં માસુમ બાળકો સહિત 27 લોકોના મોત નીપજ્યા હતાં. આ મોત પાછળ જવાબદારો પૈકી સૌથી મુખ્ય આરોપી રાજકોટના પૂર્વ TPO એટલેકે, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસ અને ACB ની  પૂછપરછ દરમિયાન સાગઠિયાએ કબૂલાત કરી છેકે, તેણે લાંચ લીધી હતી. અગાઉ મીડિયા જે વાત કહેતું આવ્યું હતું એ હવે સાચી ઠરી છે. કયા રાજકીય માથા સાથે મળીને સાગઠિયા કરતો હતો સાંઠગાઠ એ પણ તપાસ આવી શકે છે સામે....હાલ મોટો સવાલ એ પણ છેકે, આખરે કોણ છે સાગઠિયાના રાજકીય આકા...?


  • રાજકોટઃ અગ્નિકાંડ બાદ હવે છબી સુધારવા ભાજપના પ્રયાસો

  • અગ્નિકાંડ બાદ છબી ખરડાતા હવે નેતાઓ કરશે પ્રજાના કામ

  • પદાધિકારીઓ વોર્ડમાં લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા કામ કરશે

  • રાજકોટ ભાજપે 'મેયર તમારે દ્વાર' કાર્યક્રમ કર્યો જાહેર

  • અધિકારીઓને સાથે રાખીને વોર્ડમાં પ્રશ્નોનો નિકાલ કરાશે

  • મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતાઓ રહેશે હાજર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી સાગઠિયાએ આ મામલામાં પોતે લાંચ લીધી હોવાની કબૂલાત તો કરી છે પરંતુ એક વિચિત્ર વાત પણ સામે આવી છે. હાલ  ACB ની  પૂછપરછમાં પોલીસ સમક્ષ સાગઠિયાએ એ વાત કબૂલી લીધી છેકે, તેણે ગેમ ઝોન ખોટી જગ્યાં બનેલું હોવાથી તેનું ડિમોલિશન ન કરવા માટે લાંચ લીધી હતી. પણ સાગઠિયાને લાંચ કોણે આપી અને લાંચમાં કેટલી રકમ લેવાઈ હતી એ વાત સામે આવી નથી. સાગઠિયા કહે છેકે, લાંચની રકમ કેટલી હતી અને લાંચ કોણે આપી હતી તે ભૂલાઈ ગયું છે. આટલું કહીને સાગઠિયા પોલીસ સમક્ષ આ મુદ્દે મૌન સેવી રહ્યાં છે. 


  • રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને મળશે મુખ્યમંત્રી

  • CM ભૂપેન્દ્ર પટેલ કરશે પીડિત પરિવારો સાથે મુલાકાત

  • ભાનુબેન બાબરિયા સાથે પરિવારો પહોંચ્યા ગાંધીનગર

  • પીડિત પરિવારો થોડીવારમાં CM સાથે મુલાકાત કરશે


ACB સમક્ષ સાગઠિયાની કબૂલાતઃ
એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia)એ કબૂલ્યું છે કે તેણે લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડયું ન હતું તેમ એસીબીના એક અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું. સાથો-સાથ એમ પણ કહ્યું કે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લીધું છે. 


2021માં ટીઆરપી ગેમ ઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના વર્ષોમાં વધુને વધુ ગેરકાયદે બાંધકામ કરી તેને મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યો હતો. જે-તે વખતે મનપાની ટીપી શાખાએ તેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે નોટીસ આપી હતી. પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરી ન હતી. આખરે આ ગેરકાયદે બંધાયેલા ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. તે સાથે જ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ કેમ તોડયું ન હતું. આખરે સાગઠિયાએ પણ આ વાતની કબૂલાત કરી લીધી છે.


મોટા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યોઃ
એસીબી સમક્ષની સાગઠિયાની બીજી કબુલાતથી પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેણે મનપામાં મોટાપાયે, પેટભરીને કરોડોનો ભ્રષ્ટાચાર  કર્યો હતો. એટલું જ નહીં તેના ભાઈની ઓફિસમાંથી એસીબીને 15 કરોડની કિંમતનું 22 કિલો સોનું અને 3 કરોડની રોકડ મળી કુલ રૂપિયા 18 કરોડથી વધુની મત્તા મળી હતી, તે પણ  ભ્રષ્ટાચારની જ હોવાનું પણ સાગઠિયાએ કબૂલી લીધું છે. એટલે કે સોનાના દાગીના ભ્રષ્ટાચારની રકમમાંથી જ ખરીદવામાં આવ્યા હતા. જયોરે 3 કરોડની રોકડ રકમ પણ ભ્રષ્ટાચારની જ હતી તેવો ખુલાસો પણ એસીબીની તપાસ પરથી થયો છે. એસીબીના અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે સાગઠિયાએ કોની-કોની પાસેથી લાંચની રકમ લીધી તેનો ખુલાસો કર્યો નથી અને તે બાબતેના હવે કોઈ પુરાવા મળશે કે કેમ તે પણ મોટો સવાલ છે.