Smart Meter: ગુજરાતમાં તાજેતરમાં સ્માર્ટ મીટરનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. તંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાવતા લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એવામાં સ્માર્ટ મીટરના વિવાદમાં વધુ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં માંડ માંડ ભાડે મકાન રાખીને રહેતા એક ભાડુઆતને ત્યાં સ્માર્ટ મીટરના લીધે આવ્યું છે લાખો રૂપિયાનું બિલ. MGVCLએ ભાડુઆતને આપ્યું છે 9 લાખ 24 હજાર 254 રૂપિયાનું બિલ. જાણો શું છે સમગ્ર મામલો...કેમ વિપક્ષ પણ હવે આ મુદ્દે સરકાર અને સત્તા પક્ષ સામે ઉઠાવી રહ્યો છે સવાલ જાણો વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



સ્માર્ટ મીટર મુદ્દે રાજ્ય સરકાર એક્શનમાંઃ
તો વિરોધ વધુ ઉગ્ર બનતા રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી હતી. MGVCLના MDને ગાંધીનગર બોલાવ્યા હતા. ઊર્જામંત્રી અને સચિવે MGVCLના MD પાસે વિગતો માંગી હતી. અને તાત્કાલિક જે સંશયો છે તેને દૂર કરવા આદેશ કર્યો હતો. તો લોકોને પડતી હાલાકી મામલે ઝી 24 કલાક પણ છેલ્લા કેટલાક દિવસોથી ધારદાર અહેવાલો બતાવી રહ્યું છે. ઝી 24 કલાકના અહેવાલો બાદ સરકાર હરકતમાં આવી અને સૌથી મોટો નિર્ણય હવે કર્યો છે...હવે જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ત્યાં સાથે જૂના મીટર પણ યથાવત રાખવામાં આવશે. લોકોમાં જે ગેરસમજ છે તેને દૂર કરવા માટે સાદા મીટર પણ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. 


  • વડોદરાઃ સ્માર્ટ મીટરમાં ભાડુઆતને આવ્યું લાખોનું બિલ!

  • MGVCLએ ભાડુઆતને આપ્યું 9 લાખ 24 હજાર 254 રૂપિયાનું બિલ

  • ગોરવાના રિદ્ધિ-સિદ્ધિ ફ્લેટમાં રહેતા મૃત્યુદરભાઈને લાખોનું બિલ આપ્યું

  • હાલમાં જ મૃત્યુદરભાઈના ઘરે નાખ્યું હતું સ્માર્ટ મીટર

  • મોબાઈલ પર લાખોનું વીજ બિલ ભરવાનો મેસેજ આવતા ચોંકી ગયા

  • મૃત્યુદરભાઈના મકાનનું છેલ્લા ઘણા વખતથી બે મહિનાનું બિલ આવે છે 1500થી 2 હજાર

  • અચાનક જ લાખો રૂપિયાના બિલનો મેસેજ આવતા વિવાદ


અગાઉ ડબલ લાઈટ બિલના લીધે થયો હતો વિવાદઃ
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં એક મહિલા કહેતી જોવા મળે છે કે તેનું બિલ બમણું થઈ ગયું છે, વાસ્તવિકતા એ છે કે રિચાર્જની રકમનો ઉપયોગ કર્યા પછી, મહિલાએ 300 રૂપિયાની મર્યાદા એટલેકે, લીમીટ વટાવી દીધી છે. જેમાં ત્રણ દિવસની રજા આવી હતી (નિયમો મુજબ રજાના દિવસે પણ વીજળી કાપવામાં આવી ન હતી) બાદમાં તે સબ ડિવિઝન ઓફિસમાં ગઈ અને કનેક્શન ચાલુ કરાવ્યું, પરંતુ તેના રૂ. 1500ના રિચાર્જમાંથી , 300 રૂપિયાની એક્સેસ રકમ + 8 દિવસ માટે એક્સેસ વપરાશ ચાર્જ (જેમાં મર્યાદા વટાવી જવા છતાં પાવર ડિસ્કનેક્ટ થયો ન હતો) તરત જ કાપવામાં આવ્યો હતો..


હવે માહિતીના અભાવને કારણે તેને લાગ્યું કે તેનું બિલ વધારે આવી રહ્યું છે.. પરંતુ પછીથી, જ્યારે તેને સાચું કારણ જણાવવામાં આવ્યું, તેની મૂંઝવણ દૂર થઈ ગઈ પરંતુ સમાચાર એટલા વાયરલ થયા કે અન્ય જિલ્લાના લોકોને પણ લાગવા માંડ્યું કે તેમનું મીટર એટલેકે, જે નવું લવાયું છે એ મીટર પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ મૂંઝવણના કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો. 


ઉલ્લેખનીય છેકે, સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. એવી પણ દલીલ કરવામાં આવી છેકે, સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રોહકોનું હિત જોવાયું નથી. મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા જૂના ઈલેક્ટ્રિસિટી મીટર કાઢીને નવા પ્રિ પેઈડ મીટર લગાડવાની શરુ કરાયેલી કાર્યવાહીનો ચોમેર વિરોધ થઈ રહયો છે.