• વડોદરા: ભાયલી ગેંગરેપમાં પોલીસને મળી સફળતા

  • ભાયલી ગેંગ રેપના આરોપીઓને પોલીસે પકડ્યા 

  • વડોદરા શહેર પોલીસે આરોપીઓને પકડ્યા 

  • વડોદરા પોલીસે 5 આરોપીઓને પકડી પાડ્યા


Breaking News/રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં સગીરા પર થયેલાં સામુહિક બળાત્કાર કેસમાં મોટી ખબર સામે આવી છે. સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજરીને નાસતા ફરતા 5 આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છેકે, આ આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 200 સુપરકોપ્સની ટીમ કામે લાગી હતી. આખરે આ આરોપીઓને ઝડપી લેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં વડોદરા શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા મળી છે. કારણકે, સગીરા પર સામુહિક બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયા હતા. હવે આ તમામ આરોપીઓ પોલીસને હાથ લાગી ગયા છે. ભાયલી ગેંગ રેપના આરોપીઓને પોલીસે પકડ્યા છે. વડોદરા શહેર પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. વડોદરા પોલીસે તમામ 5 આરોપીઓને પકડીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓને આગળની કાર્યવાહી માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાબમાં આવ્યાં છે. 


  • ખુબ જ ગંભીર પ્રકારનાના કેસમાં પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો હતો

  • આઇજી, એસપી, 3 ડીવાયએસપી ,5 પીઆઈ,15 પીએસઆઈ સહિત 200 ની ટીમ કામે લાગી હતી

  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ વડોદર ગેંગ રેપ કેસની તપાસમાં જોડાઈ હતી


ઘટના સ્થળે FSL સાથે તપાસ હાથ ધરી-
પોલીસે નવલખી ગેંગ રેપની તપાસની પેટર્ન પર તપાસ સરું કરી. ઘટના સમયના મોબાઈલ લોકેશન ચેક કરવામાં આવ્યા. પીડિતા અને તેના મિત્રનું પોલીસે કાઉન્સિલિંગ કર્યું.


વડોદરા: ભાયલી ગેંગરેપમાં પોલીસને મળી સફળતા
ભાયલી ગેંગરેપના આરોપીઓને પોલીસે પકડ્યા
વડોદરા પોલીસે 5 આરોપીઓને પકડી પાડ્યા
વડોદરા ગેંગરેપના આરોપી વિદ્યર્મી
5 આરોપીઓ પૈકી 3 આરોપી વિધર્મી
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને શોધવા 3 દિવસ મહેનાત કરી
1100 CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી કરી
45 કિલોમીટર રૂટ પર 1100 CCTVના ફૂટેજ ચકાસ્યા
વડોદરા ગેંગરેપના આરોપીઓની પોલીસે જોરદાર સર્વિસ કરી
ગેંગરેપના આરોપીઓની પોલીસે જોરદાર ટ્રીટમેન્ટ કરી
આરોપીઓને સ્ટ્રેચર પર બેસાડી હોસ્પિટલ લઈ જવાયા
સયાજી હોસ્પિટલમાં આરોપીઓને મેડિકલ ટેસ્ટમાં લઈ જવાયા


વડોદરામાં સગીરા તેના મિત્રને મળવા રાત્રે ગઈ હતી. સગીરા અમે તેનો મિત્ર રાત્રે બેઠા હતા ત્યારે 5 લોકો ત્યાં બાઈક પર આવ્યા હતા. 5માંથી બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. બાકીના ત્રણ લોકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું. એક આરોપીએ યુવકને પકડી રાખ્યો હતો બાકીના બે લોકોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી.


વડોદરાના ભાયલીમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતઃ
ગેંગરેપની ઘટના બાદ વડોદરાના લોકોએ કર્યા સવાલ
નાના બાળકો અને વડીલો બેનર લઈને ગરબા રમ્યા
નવાયાર્ડ વિસ્તારની રામ ચાલીમાં ગરબા દરમિયાન અપાયો સંદેશ
દુષ્કર્મીને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી


નવરાત્રિમાં રોમિયોગીરી કે છેડતી કરનાર સામે વડોદરા પોલીસની લાલ આંખ કરવામાં આવી છે. ભાયલી ગેંગરેપ જેવી ઘટના ન બને તે માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાદરા સહિત વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તપાસ કરાઈ. અવાવરું જગ્યા, કેનાલ, રસ્તાઓ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયુ છે.
પાદરા પોલીસે શી ટીમની અલગ અલગ ટુકડી તહેનાત કરી છે. મહિલા પોલીસ કર્મચારી ગરબા ગ્રાઉન્ડ અને જાહેર માર્ગ પર ચણિયાચોલી પહેરી ફરજ બજાવી રહ્યાં છે.