Gujarat Rainfall: બફારા અને ઉકળાટ બાદ બુધવારે સાંજે અચાનક ગુજરાતમાં માહોલ બદલાઈ ગયો હતો. એમાંય વડોદરા, પંચમહાલ અને સુરતમાં ભારે પવન સાથે વરસાદ થયો. ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી. જેને કંઈક એવી દુર્ઘટના બની કે ગુજરાતના ચાર પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો. ભારે પવન સાથે બુધવારે સાંજે વરસાદ થતા અનેક જગ્યાએ મહાકાય વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની. ભારે પવન સાથે વરસાદ થતા ગુજરાતમાં અનેક જગ્યાએ ઝાડ તો અનેક જગ્યાએ વિજળી પડવાના બનાવો બન્યા. આ ઘટનાઓમાં રાજ્યનાં ત્રણ જિલ્લાઓમાં કુલ પાંચ લોકોના મોત થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે ઉકળાટ બાદ બુધવારે સાંજે વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. સાંજે વડોદરામાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પરતા આખો જિલ્લો જળ તરબોળ બન્યો. ભારે વરસાદે આખા વડોદરાને ઘમરોળી નાંખ્યું. ઠેર-ઠેર પાણી ભરાયા અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ. આ તમામની વચ્ચે વડોદરામાં સાંજે 110 કિ.મી.ની ઝડપે ભારે પવન સાથે વરસાદ થયો. વિઝિબિલિટી પણ સાવ ઝીરો થઈ ગઈ હતી. એક પ્રકારે વિનાશક વાવાઝોડાનું જ સ્વરૂપ કહી શકાય. જેને કારણે શહેરમાં ટપોટપ અનેક વૃક્ષો પડવા લાગ્યાં. વડોદરામાં 150થી વધારે વૃક્ષો ધરાશાઈ થયા. વૃક્ષો ધરાશાયી થતા ઝાડ નીચે દબાઈને વડોદરામાં બે લોકોના મોત નીપજ્યાં. એક વ્યક્તિનું મોત વડોદરામાં જ્યારે અન્ય એક વ્યક્તિના મોતની ઘટના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં બની હતી. 


વડોદરામાં બુધવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો
ભારે પવનના કારણે વડોદરામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા
વૃક્ષ નીચે દબાઈ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું
24 વર્ષિય સિવિલ એન્જિનિયર કિરણસિંહ સાઈટ પરથી પરત ફરતા હતા ત્યારે નાગરવાડામાં માથે વૃક્ષ પડતા તેઓ દબાઈ ગયા
સારવાર દરમિયાન તબીબોએ કિરણસિંહને મૃત જાહેર કર્યા
તો પાદરામાં વૃક્ષ ધરાશાયી થતા બાઈક ચાલકનું મૃત્યુ
વડોદરામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થયા
કેટલાક સ્થળે વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વીડિયો સામે આવ્યો
જ્યુબેલી બાગ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન


વરસાદનો વિનાશ અહીં રોકાયો નહીં. ખાસ કરીને રાજ્યના પંચમહાલ જિલ્લામાં એક જ પરિવારના બે વ્યક્તિ એમાંય માતા-પુત્રી પર ઝાડ પડતા દટાઈ જવાથી બન્નેનું મોત નીપજ્યું. સુરતમાં પણ વરસાદે એક વ્યક્તિનો ભોગ લીધો. આકાશથી આફત બનીને વિજળી એક વ્યક્તિ પર પડી જેને કારણે તેનું પણ મોત થયું. આમ બુધવારે આકાશી આફતથી ગુજરાતના પાંચ લોકોનો ભોગ લેવાયો.