Breaking News: IAS વિજય નેહરા જશે ડેપ્યુટેશન પર, સોંપાઈ આ મહત્વપૂર્ણ જવાબદારી
વિજય નેહરા પાસેનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનો વધારાનો ચાર્જ મોના ખંધારને આપવામાં આવશે. સુરદીપ સિંહ ગુલાટીને ધોલેરા, માંડલ અને બેચરાજી SIRના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો વધારાનો હવાલો અપાયો છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અમુક અધિકારીઓને ડેપ્યુટેશન અને પ્રમોશન આપવાનો સિલસિલો શરૂ થયો છે. આ દિશામાં માહિતી મળી રહી છે કે IAS અધિકારી વિજય નેહરાને કેન્દ્ર સરકાર ડેપ્યુટેશન પર મોકલશે. વિજય નેહરા નેશનલ ડિફેન્સ કોલેજ ખાતે સેવા આપશે.
શું 36 વર્ષ પછી બે દિગ્ગજ નેતાઓની દીકરીઓ સામસામે આવશે? દાવેદારોએ ગરમાવ્યું રાજકારણ
વિજય નેહરા પાસેનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનો વધારાનો ચાર્જ મોના ખંધારને આપવામાં આવશે. સુરદીપ સિંહ ગુલાટીને ધોલેરા, માંડલ અને બેચરાજી SIRના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો વધારાનો હવાલો અપાયો છે. સામાન્ય વહીવટ વિભાગે આ ઓર્ડર કર્યો છે. ગુજરાત કેડરનાં IAS અધિકારી વિજય નહેરાને ડેપ્યુટેશન પર જઈ રહ્યા છે. ત્યારે વિજય નહેરા હવે નેશનલ ડિફેન્સ કોલેજનાં સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે જોડાશે.
બનાસકાંઠા: ભાભર-રાધનપુર હાઈ-વે પર 4 લોકોના કરૂણ મોત, માળી પરિવારનો માળો વિખાયો