ઝી મીડિયા/બ્યૂરો :માતા બનવાની ખુશી કંઈક અલગ જ હોય છે. માતૃત્વ ધારણ કરવાની કોઈ ઉંમરબાધ નથી. જે મહિલા માતા બની શક્તી નથી તેઓ મેડિકલ સાયન્સનો સહારો લઈને માતૃત્વ મેળવે છે. પરંતુ એક કચ્છી મહિલાએ જે હિંમત બતાવી છે તે કાબિલેદાદ છે. કચ્છના રાપના મોરા ગામના જીતુબેન રબારીએ ઊંમરના 70 મા વર્ષે માતૃત્વ મેળવ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાપર તાલુકાના 70 વર્ષના જીવુબેન રબારીના ઘરમાં લગ્નના 45 વર્ષ બાદ પારણુ બંધાયુ છએ. તેમણે ટેસ્ટ ટ્યુબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકાથી નિસંતાન હતા. તેમને જિંદગીમાં આ કમી અનુભવાતી હતી. જોકે, તેઓ હિંમત હાર્યા ન હતા. બાળક માટે તેમણે તમામ મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી હતી. આખરે તેમણે ભૂજની એક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરતા તેમની આઈવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરાવાઈ હતી. બાળકના જન્મના સમાચાર મળતા જ વૃદ્ધ દંપતીની ખુશીનો પાર રહ્યો ન હતો.



ભૂજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. જેના બાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો. જીવુબેને સીઝેરિયન થકી બાળકને જન્મ આપ્યો હતો. હાલ જીવુબેન અને બાળક બંને સ્વસ્થ છે. દંપતીએ લાડકવાયા દીકરાને લાલો નામ આપ્યું છે. તો માલધારી એવા વાલજીભાઈ રબારીએ પિતા બનવાની ખુશીમાં ડોક્ટરની ટીમ અને ભગવાનનો આભાર માન્યો હતો.


આ વિશે ડો.નરેશ ભાનુશાળીએ જણાવ્યું કે, અમારી મેડિકલ ટીમની મહેનત આખરે રંગ લાવી છે. વૃદ્ધ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે.