ગુજરાતમાં બિલ્લી પગે કોરોના વાયરલ થઈ રહ્યો છે વિકરાળ, આજના પોઝિટીવ કેસ તમારી કરશે ઉંઘ હરામ!
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના બિલ્લી પગે 48 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ 19થી સ્વસ્થ થવાનો રેસિયો 99.12 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે 277 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ફરી ધીમે ધીમે કોરોના વાયરસ વકરી રહ્યો છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસનો આંકડો 213 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં 26 અને મહેસાણામાં 6 કેસ નોંધાયા છે.
વાંસદામાં ફૂલ જેવડી બે બાળકોની હત્યા કરી દંપતીએ ફાંસો ખાઈ લીધો, 4 મોતથી ગામમાં શોક
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના બિલ્લી પગે 48 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ 19થી સ્વસ્થ થવાનો રેસિયો 99.12 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે 277 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આજે 16 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે ગુજરાતમાં 12,66,711 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
શું ગુજરાતમાં કોરોનાની જેમ H3N2 વાયરસ 'મોતનું તાંડવ' કરશે? અ'વાદમાં સૌથી વધુ કેસ
ગુજરાતમાં કોરોના કેસની વિગતોની વાત કરીએ તો આજના કેસ સાથે કુલ 213 એક્ટિવ કેસ થઈ ગયા છે. જેમાંથી એક વેન્ટીલેટર પર છે. જ્યારે 212 લોકોની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 11047ના મોત થયા છે.
ગુજરાતમાં 13 માર્ચથી 18 માર્ચે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, આ આગાહી ધ્રુજાવી નાંખશે
ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 26 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં પણ છ કેસ નોંધાયા છે. ભાવનગરમાં ત્રણ, કચ્છમાં 2, મોરબીમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, વલસાડમાં 1 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 213 પર પહોંચી છે.