ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના રામદેવ વિસ્તારમાં ઘણી કોર્પોરેટ બિલ્ડિંગો આવેલી છે. અહીં મોટી મોટી કંપનીની ઘણી ઓફિસ આવેલી છે. તેમાંથી એક બિલ્ડિંગ છે મોન્ડલ હાઈટ. આ બિલ્ડિંગમાં ઘણી ઓફિસ છે, પરંતુ આ બિલ્ડિંગમાં આવેલી એક ઓફિસ 200 લોકો માટે ખુબ જ શોકિંગ સાબિત થઈ. માત્ર 4 રાતમાં આ બિલ્ડિંગમાં બનેલી એક ઓફિસ રાતોરાત ગુમ થઈ ગઈ. ખુરશી, ટેબલ, ડેસ્ક અને અહીં બેઠેલા લોકો પણ ગાયબ થઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 રાત, 200 લોકો અને પછી ગુમ થઈ ગઈ ઓફિસ!
7મી ડિસેમ્બરના રોજ અમદાવાદના હાટકેશ્વરમાં રહેતી 23 વર્ષની દેવિકા રામાણી મોંડલ હાઇટમાં આવેલી ટેક્સટાઇલ કંપનીની ઓફિસે પહોંચી હતી. ખૂબ સુંદર ઓફિસ. શિસ્તબંધ લોકો કામ કરતા હતા. જુદા જુદા વિભાગો હતા. દેવિકા એક ફેશન ડિઝાઈનર છે અને તે અહીં નોકરી માટે વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા આવી હતી. તેમના જેવા બીજા ઘણા છોકરા-છોકરીઓ પણ ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા. હવે  દેવિકા તેના વારાની રાહ જોઈ રહી હતી.


ઈન્ટરવ્યૂ બાદ થયું હતું ફેશન ડિઝાઈનરનું સેલેક્શન
થોડા સમય પછી HR વિભાગમાંથી એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને કહ્યું કે તમારો નંબર આવી ગયો છે. મેનેજરે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા છે. દેવિકા ખૂબ ખુશ હતી. તે ઈચ્છતી હતી કે તેને આટલી સારી ઓફિસમાં નોકરી મળે. તે અંદર પહોંચી, મેનેજરે તેને બેસવા કહ્યું અને પછી ઈન્ટરવ્યુ શરૂ થયો. દેવિકા સવાલ-જવાબનો સાચો જવાબ આપી રહી હતી. મેનેજરે થોડો સમય ઈન્ટરવ્યુ લીધો અને દેવિકાની ઈચ્છા પૂરી થઈ. મેનેજરે જણાવ્યું કે તેનું સિલેક્શન કરવામાં આવ્યું છે. 


200 યુવક-યુવતીઓ આ ઓફિસમાં આવ્યા હતા
પછી દેવિકા HR વિભાગમાં પહોંચી. ત્યાં થોડી ઔપચારિકતા હતી. તેને કહેવામાં આવ્યું કે તેણે બે દિવસ પછી એટલે કે સોમવારથી કંપનીમાં જોડાવાનું છે. તેમનો પગાર લગભગ 35 હજાર રૂપિયા હતો. પછી તેમની પાસેથી લેપટોપ અને અન્ય લોજિસ્ટિક્સ માટે 20800 રૂપિયા લેવામાં આવ્યા હતા. દેવિકા ખુશીથી ઘરે પાછી આવી. એ જ રીતે ઓફિસમાં અન્ય લોકોના ઈન્ટરવ્યુ પણ લેવા લાગ્યા. આ કંપનીએ એક પછી એક 200 લોકોને પસંદ કર્યા.


4 રાતમાં ગાયબ થઈ ચૂકી હતી એક મોટી ઓફિસ!
દેવિકા રામાણી સોમવારે સવારે પોતાની નવી નોકરી માટે તૈયાર થઈને ત્યાં પહોંચી હતી. તે બિલ્ડીંગની અંદર ગઈ જ્યાં ઓફિસ હતી, ત્યાં પહોંચી પણ હવે ત્યાં કંઈ નહોતું. એ મોટી ઓફિસ ગાયબ થઈ ગઈ હતી. ત્યાં કોઈ કર્મચારીઓ નહોતા, કોઈ ડેસ્ક નહોતા, ખુરશીઓ અને ટેબલો નહોતા અને HR કે અન્ય કોઈ વિભાગ નહોતા. દેવિકાને લાગ્યું કે કદાચ તે ખોટી જગ્યાએ આવી ગઈ છે. તેણીએ આજુબાજુ જોવાનું શરૂ કર્યું, પરંતુ તેને આખી બિલ્ડિંગમાં ક્યાંય ટેક્ષટાઈટલ કંપનીની તે સુંદર ઓફિસ દેખાઈ નહીં.


ક્યાં ગઈ ટેક્ષટાઈલ કંપનીની ઓફિસ?
દેવિકાએ જ્યારે આ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ વિશે પૂછપરછ કરી તો લોકોએ જણાવ્યું કે અહીં આવી કોઈ ઓફિસ નથી. દેવિકા રામાણીને આ વાત ગળે ઉતરતી નહોતી. 2 દિવસ પહેલા આટલી મોટી ઓફિસ ક્યાં જાય? જ્યારે તેણીએ નજીકના અન્ય લોકો પાસેથી માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું, ત્યારે દેવિકાને ખબર પડી કે અહીં માત્ર 4 દિવસ માટે ઓફિસ ખોલવામાં આવી હતી. આ બિલ્ડિંગ માત્ર 4 રાત માટે ભાડે આપવામાં આવી હતી.


ફિલ્મનો સેટ હતો કે ઓફિસ?
જેમ ફિલ્મનો સેટ તૈયાર કરવામાં આવે છે તેવી જ રીતે આ બિલ્ડીંગમાં એક મોટી ઓફિસ તૈયાર કરવામાં આવી હતી. લોકોને નોકરી માટે બોલાવવામાં આવ્યા અને પછી તેમની પસંદગીના નામે કેટલાક પાસેથી 20 હજાર તો કેટલાક લોકો પાસેથી 30 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. આ 4 દિવસમાં 200 યુવક-યુવતીઓ આ ઓફિસમાં આવ્યા અને પછી લાખો અને કરોડો રૂપિયા ભેગા કરીને અહીંના લોકો છેતરીને ભાગી ગયા. કલ્પના કરો, દેવિકા રામાણી જેવા 200 નોકરીવાંચ્છુઓ આ જાળમાં ફસાઈ ગયા. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી તમામ પીડિતો આગળ આવ્યા નથી.