પ્રશાંત ઢીવરે/સુરત: સુરત સિંગણપોર વિસ્તારમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં આગનો બનાવ બન્યો છે. ધારાસભ્ય વિનુ મોરડીયાની ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થેળ પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવોપ્રાયસ કર્યો હતો. આગની ચપેટમાં આખી ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાકોરમાં લાખો ભક્તોની કમાન પોલીસે સંભાળી, જાણો બે દિવસનો મીનિટ ટુ મીનિટનો કાર્યક્રમ


સુરતમાં આગની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે કતારગામના ધારાસભ્યની સિંગણપોરસ્થિત કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.


એપ્રિલ મહિનામાં શુક્ર મેષ રાશિમાં થશે અસ્ત, આ જાતકોનું ભાગ્ય ચમકશે, થશે લાભ


પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી. સાથે જ ધુમાડાના ગોટે ગોટા દુર સુધી જોવા મળ્યા હતાં. કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડીયાના કાર્યાલયમા આગ ફાટી નીકળ્યાની જાણ થતાં જ ડભોલી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમણે સતત પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જેથી હાશકારની લાગણી લોકોમાં ફેલાઈ હતી. 


મુસ્લિમ દેશોના દોસ્ત રશિયા પર કટ્ટરપંથીઓએ કેમ કર્યો હુમલો? ISIS સાથે આજકાલનું નથી 


ધારાસભ્યના કાર્યાલયમાં લાગેલી આગની ઘટનામાં ફર્નિચર અને કોમ્પ્યુટરના સાધનો સહિતની પ્રચાર સામગ્રી અને અન્ય કાગળો પણ બળીને ખાક થઈ ગયા હતાં. આગ લાગવાનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. જો કે ફાયર બ્રિગેડ દ્વારા પ્રાથમિક માહિતી આગ શોર્ટ સર્કિટને ગણાવવામાં આવી રહી છે. ફાયર ઓફિસરે કહ્યું કે, ઓફિસ ખોલતાં જ જેવું એસી શરૂ કર્યું કે, ધડાકા સાથે આગ લાગી હતી. કોઈ ઈજા જાન હાનિ થઈ નથી. 


Holi 2024: હોળી રમતાં પહેલાં સ્કીન કેર માટે કરો આ કામ, ચહેરો નહી થાય ખરાબ