ઝી બ્યુરો/ખેડા: સૌ ભણે અને સૌ આગળ વધે તે માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. પરંતુ સરકારના પ્રયાસો પર પાણી ફેરવવાનું કામ કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો કરી રહ્યા છે. આ એ જ શિક્ષકો છે જે પગાર વધારવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તો મોટા મોટા આંદોલનો કરી જાણે છે. પરંતુ જ્યારે વાત પોતાની નિષ્ઠા કે જવાબદારીની આવે તો છટકી જાય છે. ખેડા જિલ્લાના ઉમેદપુરા ગામમાં કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો પકડાયા છે. પ્રાથમિક શાળાના આ તમામ શિક્ષકો ચાલુ શાળાએ બાળકોને ભગવાન ભરોષે છોડી સામાજિક પ્રસંગમાં ભોજન માણવા જતા રહ્યા હતા. 


  • ફરી ઝડપાયા ગુલ્લીબાજ શિક્ષકો

  • ચાલુ શાળાએ બાળકોને એકલા મુકી જતા રહ્યા બહાર

  • શાળામાં કોઈ દુર્ઘટના બની હોત તો?

  • આવા બેદરકાર શિક્ષકોને સજા આપશે સરકાર?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદના ચકલાસી પાસે આવેલી ઉમેદપુરા પ્રાથમિક શાળાના ગુલ્લીબાજ શિક્ષકો...આ એવા શિક્ષકો છે જેમને પોતાની જવાબદારીનું ભાવ નથી. આ લોકો એટલા બેદરકાર અને પોતાની ફરજપ્રત્યે બેજવાબદાર છે તેઓ શાળાને નોંધારી છોડી એક સામાજિક પ્રસંગમાં ભોજનની મોજ માણવા જતા રહ્યા હતા. સામાજિક પ્રસંગમાં જવું જરા પણ ખોટું નથી. પરંતુ ચાલુ શાળાએ જવું કેટલું ઉચિત છે? એટલું જ નહીં જો વારાફરતી એક-બે જણા ગયો હોત તો વાંધો નહીં પરંતુ આ તમામ એક સાથે ચાલુ શાળામાંથી ગુલ્લીમારીને જતા રહ્યા હતા.


આ ગુલ્લીબાજ શિક્ષકોની ગુલ્લીનો કોઈને પણ ખ્યાલ ન આવતો. પરંતુ ગામના જ એક જાગૃત નાગરિકે શાળામાં પહોંચી એક વીડિયો બનાવ્યો. અને ત્યારબાદ તેને વાયરલ કરતાં આ શિક્ષકોની પોલ પકડાઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે જાગૃત નાગરિક એક એક વર્ગખંડમાં જાય છે. અને વિદ્યાર્થીઓને પૂછે છે કે સાહેબ ક્યાં ગયા? બિચારા બાળકો પાસે તો શું જવાબ હોય? એક પણ વર્ગખંડમાં શિક્ષક હાજર નહતા. સ્ટાફ રૂમમાં પણ આ શિક્ષકો જોવા ન મળ્યા. સૌથી પહેલા તો જુઓ આ વીડિયો...


  • સાહેબ ક્યાં ગયા?

  • બાળકો છે શિક્ષક નથી

  • એક પણ વર્ગમાં નથી શિક્ષક

  • શાળામાંથી શિક્ષકોની ગુલ્લી

  • ક્યાં ગયા ગુલ્લીબાજ શિક્ષકો?

  • વર્ગખંડ, સ્ટાફરૂમ ખાલી

  • આવી રીતે ભણી શકે ગુજરાત?

  • આ શિક્ષણ સાથે ચેડા ન કહેવાય?


સોશિયલ મીડિયામાં જ્યારે આ વીડિયો વાયરલ થયા બાદ શૈક્ષણિક તંત્ર જાગ્યું હતું. આ મામલે જ્યારે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધ્યો અને જ્યારે તેમને આ ગુલ્લીબાજ શિક્ષકો પૂછ્યું તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો. તો જ્યારે ભોજનની મોજ માણ્યા બાદ જ્યારે તમામ શિક્ષકો પરત આવ્યા તો અમે સીધા તેમની પાસે પહોંચી ગયા. શાળાના આચાર્ય ભૂમિકાબેન પટેલને તેમની જવાબદારી અને કેમ ગુલ્લીમારી તે અંગે પૂછ્યું તો તેમણે પોતાની ભૂલ તો સ્વીકારી. પરંતુ ભૂલનો તેમને કોઈ પછતાવો હોય તેમ તેમના મોઢા પરથી તો લાગતું નહતું. 


  • ગુલ્લીબાજ શિક્ષકોની ખુલી પોલ

  • ચાલુ શાળાએ શિક્ષકો જતા રહ્યા બહાર

  • એક પણ વર્ગખંડમાં ન જોવા મળ્યો શિક્ષક

  • શાળામાં એકલા બાળકોને કંઈ થયું હોય તો?

  • શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ

  • શિક્ષકોએ પણ મીડિયા સ્વીકારી સમક્ષ સ્વીકારી પોતાની ભૂલ


શિક્ષણ અધિકારી ખુલ્લી કિતાબ જેવો આ પુરાવો હોવા છતાં તંત્ર તપાસ કરશે તેવું નિવેદન આપી આખા મામલા પર ઠંડુ પાણી ઢોળી દેવાનો પ્રયાસ કર્યો. અધિકારી પોતે આ ઘટનામાંથી છટકબારી શોધતા હોય તેવું લાગ્યું. પરંતુ આ ઘટના માટે જેટલા જવાબદાર આ ગુલ્લીબાજ શિક્ષકો છે, તેટલા જ જવાબદાર ઉચ્ચ અધિકારી પણ છે. કારણ કે દર વખતે કોઈ ઘટના બને પછી તપાસ કરીશું તેવું નિવેદન આપી દે છે. તપાસ કરે છે કે નહીં તે મોટો સવાલ છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેના કારણે જ આવા ગુલ્લીબાજોને મોકળું મેદાન મળી જાય છે. જો કડક છાપ અધિકારી પોતે છોડતા હોય તો બીજી વખત આવી ઘટના ન બને. હવે આશા રાખીએ કે ઉમેદપુરાના આ ગુલ્લીબાજ શિક્ષકો જ્યાં સુધી નોકરીમાં રહેવાના છે ત્યાં સુધી આવું ક્યારેય નહીં કરે.