ઉદય રંજન/અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક અજીબ પ્રકારની ઘટના સામે આવી છે. દુબઈથી દાણચોરી કરીને સોનું લઈ આવેલા એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું છે. એટીએસના અધિકારી તરીકેની ઓળખ આપી ત્રણ લોકોએ આ વ્યક્તિનું અપહરણ કરીને તેની પાસે રહેલી સોનુ પડાવી લીધું. જોકે આ સમગ્ર મામલે એટીએસને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ બાદ ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. તો કોણ છે આ ભોગ બનનાર વ્યક્તિ, કઈ રીતે લાવ્યો દુબઈથી ગેરકાયદેસર સોનું અને કોણ છે આ અપરણ કરનાર આરોપીઓ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટીએસના અધિકારી બતાવી તેમની કારમાં બેઠા
બરોડામાં રહેતા દાનિશ શેખને તેના મિત્ર ઝાકીર બોરા દ્વારા દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું લઈ આવવાનું કહ્યું હતું, જેના બદલામાં તેને 20,000 રૂપિયા આપશે તેવું કહ્યું હતું. જેથી દાનિશ અમદાવાદથી દુબઈ પહોંચ્યો હતો અને ત્યાંથી જાકીરભાઇનો માણસ રઈનીશ પાસેથી અંદાજિત 850 ગ્રામ એટલે કે 50 લાખની કિંમતનું કેપ્સુલ રૂપે સોનું લઈને અમદાવાદ પહોંચ્યો હતો. દાનિશ શેખને ઝાકીરભાઇના બે માણસો બરોડાથી કાર લઈને તેડવા માટે આવ્યા હતા. દાનિશ અને તેને તેડવા આવેલા બે લોકો જ્યારે કારમાં એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે અન્ય બે લોકોએ તેની ગાડી રોકી અને પોતાને એટીએસના અધિકારી બતાવી તેમની કારમાં બેસી ગયા હતા. 


જે બાદ તે કારને નારોલ સર્કલ સુધી લઈ ગયા હતા. જ્યાંથી દાનિશને અન્ય કારમાં આવેલા વ્યક્તિની કારમાં બેસાડી ત્રણેય લોકો તેને એક ફ્લેટમાં લઈ ગયા હતા. જ્યાં ત્રણેયે પોતાના એટીએસના અધિકારીઓ તરીકેની ઓળખ આપવામાં આવી હતી અને દાનિશ દુબઈથી સોનુ લઈને આવ્યો છે તેની જાણ તેઓને છે તેવું કહેવામાં આવ્યું હતું. એક વ્યક્તિ દ્વારા દાનિશને પોતાના મોબાઇલમાં તેનો પાસપોર્ટ અને ફોટો પણ બતાવવામાં આવ્યો હતો. જે બાદ દાનીસ પાસે રહેલું સોનુ લઈ અને તેને ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે મૂકી બરોડા રવાના કરવામાં આવ્યો હતો.


સમગ્ર ઘટનાની એક અરજી એટીએસને મળી
એટીએસના નામે એક વ્યક્તિનું અપહરણ કરી સોનુ પડાવવાની સમગ્ર ઘટનાની એક અરજી એટીએસને મળી હતી. જેના અરજીના આધારે એટીએસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે હારૂન હાજીભાઈ શેખ, નગીનભાઈ પઠાણ, નદીમખાન પઠાણ અને અયુબખાન ટાઇ દ્વારા આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું. જેથી એટીએસ દ્વારા ચારેયની અટકાયત કરી તેની પૂછપરછ કરતા એટીએસને મળેલી અરજી સાચી હોવાની સામે આવ્યું હતું. જેથી એટીએસ દ્વારા સમગ્ર કેસની જાણ એરપોર્ટ પોલીસને કરવામાં આવી હતી. જેના આધારે એરપોર્ટ પોલીસ દ્વારા ફરિયાદી હારુન શેખની ફરિયાદ લઈને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે


તપાસ કરતા મુંબઈ કનેક્શન સામે આવ્યું!
ચાયેય આરોપીઓની ધરપકડ બાદ એરપોર્ટ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા મુંબઈનું કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા અયુબ મુસાની પૂછપરછ કરતા સામે આવ્યું કે મુંબઈના એક અકબર નામના વ્યક્તિ દ્વારા અયુબખાનના મોબાઇલમાં આ ભોગ બનનાર ફરિયાદી દાનિશભાઈનો પાસપોર્ટ અને ફોટો મોકલવામાં આવ્યા હતા. જેના આધારે જ હારુનભાઈને એરપોર્ટથી ઓળખ કરી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સમગ્ર કેસમાં એક મહિલા પણ સંડોવાયેલી છે. જેની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે. 


કેસનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારજનક
સમગ્ર કેસનો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ પડકારજનક છે. કેમકે પોલીસ હવે તપાસ કરી રહી છે કે જે ભોગ બનનાર ફરિયાદી દાનિશ છે તેના દ્વારા જ સોનુ પડાવવા માટે નાટક રચવામાં તો આવ્યું નથી ને.. પોલીસને એ પણ શંકા છે કે બરોડાના જાકીરભાઇ કે જેના દ્વારા હારુંનને દુબઈ સોનું લેવા મોકલ્યો હતો. તેજ ઝાકીરભાઇના માણસે તેને સોનું આપ્યું હતું તો તેના દુબઈના માણસ દ્વારા પણ આ પ્રમાણે નાટક રચવામાં તો આવ્યું નથી ને... જોકે હવે પોલીસ હાલ તો આ સમગ્ર કેસની થી ઉકેલવામાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે. 


સમગ્ર કેસમાં વધુ કોઈ આરોપીઓ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.. તો સાથે જ ફરિયાદી એટલે કે ભોગ બનનાર દાનિશની અને આરોપીઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરી સમગ્ર કેસનો ભેદ ઉકેલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.