પાવાગઢ દર્શનાર્થીઓને નડ્યો ગમખ્વાર અકસ્માત: ટ્રાવેલ્સ નીચે દબાતા મહિલા ચગદાઈ, 16 ઈજાગ્રસ્ત
બાવામાન મસ્જિદ પાસે ટ્રાવેલ્સ પલ્ટી મારી જતા આ અકસ્માત સર્જાયો છે. 18 લોકો પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાંથી એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. બે લોકો ગંભીર અને 14 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે પાવાગઢના દર્શનાર્થીઓને મોટો અકસ્માત નડ્યો છે. બાવામાન મસ્જિદ પાસે ટ્રાવેલ્સ પલ્ટી મારી જતા આ અકસ્માત સર્જાયો છે. 18 લોકો પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાંથી એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. બે લોકો ગંભીર અને 14 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, હાલ શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શાનાર્થીઓનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાથી પાવાગઢ દર્શન કરવા જઈ રહેલા યાત્રિકોને મોટો અકસ્માત નડ્યો છે. બાવામાન મસ્જિદ પાસે કોઈ કારણોસર પ્રાઈવેટ ટ્રાવેલ્સ પલટી મારી ગઈ હતી. જેના કારણે ટ્રાવેલ્સમાં સવાર 18 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બે લોકો ગંભીર હોવાનું અને 14 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતના કારણે ઘટના સ્થળે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને રેસ્ક્યૂ કરીને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનાની માહિતી પાવાગઢ પોલીસને આપવામાં આવી હતી.
પાવાગઢ પોલીસને આ ઘટનાની માહિતી મળતા તેઓ કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખસેડયા છે. જ્યારે ટ્રાવેલ્સ નીચે દબાયેલી મહિલાને લોકો અને પોલીસ દ્વારા ગાડી ઉભી કરી મૃત બહાર કાઢી હતી. બીજી બાજુ ટ્રાવેલ્સ ચાલક દ્વારા સ્ટ્રેરિંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube