ઝી બ્યુરો/સુરત: પ્લાસ્ટિક અને ડિસ્પોઝલને કારણે પર્યાવરણને થતા નુકસાનને કારણે, માટીના વાસણોનો ઉપયોગ ફરી વધવા લાગ્યો છે. મોર્ડન કિચનમાં વપરાતા લગભગ તમામ વાસણો હવે માટીમાંથી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની એક સ્વદેશી કંપનીએ માટીમાંથી એવું રેફ્રિજરેટર તૈયાર કર્યું છે કે જેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છતાં ઇલેક્ટ્રિસિટી બિલ ઝીરો આવશે. સંપૂર્ણ રીતે માટીથી તૈયાર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માટીનું ફ્રીજ આકર્ષણનું કેન્દ્ર
સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે 10 દિવસીય "GI" મહોત્સવ અને ODOP હસ્તકલા 2023 નું પ્રદર્શન અને વેચાણ માટેનો મેળો યોજાયો છે.ત્યારે આ ગુજરાત સ્વદેશી કંપની મીટ્ટીકુલ દ્વારા હાથેથી બનાવેલા માટીના વાસણોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.અહી માટીના માટલા, કુકર, કપ,ગ્લાસ સહિત અનેક વસ્તુ વેચાણ અને પ્રદર્શન માટે છે. જો કે આ બધા વચ્ચે માટીનું ફ્રીજ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી ફ્રીઝમાં ઠંડક 
માટીમાંથી કુકર, ફ્રીઝ અને ફિલ્ટર બનાવે છે. આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહિ આવે પરંતુ આ વાત એકદમ સત્ય છે. તેઓએ બનેલાવેલ માટીના આ મોર્ડન સાધનો સારી રીતે કાર્ય પણ કરે છે. માટીમાંથી બનાવેલું આ ફ્રીઝમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ફ્રીઝમાં ઠંડક ઉત્પન્ન કરવામાં આવે છે. 


સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે આ માટીના ફ્રીઝને ચલાવવા માટે ઈલેક્ટ્રીસીટીની જરૂરીયાત રહેતી નથી. તેથી તેના બીલની કોઈ પરેશાની નથી રહેતીઆ ફ્રીઝ ટેરાકોટા માટીમાંથી બનાવવામાં આવે છે અને તે પાણી, દૂધ, ફળો અને શાકભાજીને સંગ્રહ કરવા માટેનો એક આદર્શ વિલ્ક્પ છે. સુરતના વનિતા વિશ્રામ ખાતે ચાલી રહેલા એક્ઝિબિશનમાં જોવા મળેલું આફ્રિજ હાલ સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 


ફ્રીજની કિંમત છે 5000 રૂપિયા 
આ ફક્ત માટેનું ફ્રીજ નહીં પરંતુ તેને માટલા તરીકે પણ ઉપયોગમાં ઉપયોગમાં લઈ શકાય છે અને તે 20 લીટર જેટલા પાણીનું સ્ટોરેજ કરી શકે છે. આ ફ્રીજની કિંમત 5000 રૂપિયા છે. જે ત્રણથી ચાર વર્ષ સુધી ચાલે છે.