અમદાવાદઃ ગુજરાતના સહકારી ક્ષેત્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અમુલના એમડી (Amul MD) પદેથી આર. એસ સોઢીનું (RS Sodhi) રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે. અમુલ ડેરી માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ મોટું નામ ધરાવે છે. તેમના એમડી તરીકે આર એસ સોઢી ઘણા સમયથી સેવા આપી રહ્યાં હતા. પરંતુ હવે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. AMUL ડેરીના એમડી તરીકે સોઢીને વિદાય આપી દેવામાં આવી છે. તેમની જગ્યાએ હવે GCMMFના COO તરીકે કાર્યરત જયેન મેહતાને (jayen mehta) નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સોઢીએ એમડી પદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ છે. એટલે કે અમુલમાં ચાર દાયકાના તેમના શાસનનો અંત આવ્યો છે. નોંધનીય છે કે આર એસ સોઢીને પોતાનું પદ તાત્કાલિક અસરથી છોડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GCMMF ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા
ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ કે, જે લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાં સમાવેશનું ગૌરવ ધરાવે છે. હાલમાં તે 53 હજાર કરોડના ઉત્પાદનોનું વાર્ષિક વેચાણ કરે છે અને તે ગુજરાતના 36 લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે.


 હવે એકાએક રાજીનામું લઈ લેવાતાં મોટી ચર્ચાઓ છે. જીસીએમએમએફએ 16 દૂધ સંઘોનો બનેલી સૌથી મોટી  ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ કે, જે લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાં સમાવેશનું ગૌરવ ધરાવે છે. હાલમાં તે 53 હજાર કરોડના ઉત્પાદનોનું વાર્ષિક વેચાણ કરે છે અને તે ગુજરાતના 36 લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે. આમ આ પદેથી સોઢીના રાજીનામાને પગલે સહકારી ક્ષેત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.


જયેન મહેતાને સોંપાયો ચાર્જ
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના એમડી પદેથી સોઢીની વિદાય બાદ હવે તેનો ચાર્જ જયેન મેહતાને એમડી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે જયેન મહેતા GCMMF ના સીઓઓ તરીકે કાર્ય કરી રહ્યાં હતા. જયેન મહેતા 31 વર્ષોથી અમુલ સાથે સંકળાયેલા છે. તેમણે અમુલમાં વિવિધ હોદ્દા પર સેવાઓ આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube